• Home
  • News
  • મહામારીના થાક અને કંટાળાએ જોખમ વધાર્યું, અમેરિકા, યુરોપમાં સંક્રમણ ફરી ઝડપથી ફેલાવા લાગ્યું છે
post

દુનિયાભરમાં છેલ્લા દસ મહિનાથી આવન-જાવન અને અન્ય પ્રતિબંધોનો સામનો કરી રહેલા લોકોની ધીરજ હવે ખૂટવા લાગી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-19 12:03:44

લોકોએ ઘણો ત્યાગ આપ્યો છે. અસામાન્ય કિંમત ચૂકવી છે. લોકોની ધીરજ ખુટી ગઈ છે’.

અમેરિકા અને યુરોપમાં લોકો વચ્ચે હતાશા અને વિદ્રોહની લાગણી વધી રહી છે. અમેરિકામાં દક્ષિણ અને મધ્ય એટલાન્ટિક ક્ષેત્રોમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. આ ઉપરાંત મધ્ય પશ્ચિમ અને પશ્ચિમી પર્વતિય વિસ્તારોમાં પણ ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે. શહેરોની સાથે જ ગ્રામ્ય વિસ્તારોમાં વાઈરસ પ્રવેશી ગયો છે. લોકો પણ ભારે તણાવ છે. નીલસન અનુસાર એરિકામાં મહામારી દરમિયાન દુકાનો પરથી દારૂનું વેચાણ 23% વધ્યું છે. ગયા સપ્તાહે વિસ્કોન્સિનમાં કોરોના દર્દીઓ માટે 530 પથારીની હોસ્પિટલ ફરી ખોલી દેવાઈ છે.

સ્પેનમાં ઉનાળાની ઋતુમાં યાત્રાઓ વધવાથી વસંતમાં નવી લહેર આવી છે. જર્મનીમાં ગુરુવારે 7334 વિક્રમી કેસ નોંધાયા છે. ઈટાલીમાં નવી લહેરના કારણે રાત્રે દસ કલાકથી કરફ્યુ લગાવવા વિચારણા ચાલે છે. ચેક રિપબ્લિકમાં છેલ્લા બે સપ્તાહમાં દોઢ લાખ નવા કેસ નોંધાયા છે. પોલેન્ડમાં પણ મોટી સંખ્યામાં કેસ નોંધાય છે.

શરૂઆતમાં લોકો વાઈરસથી ડરતા હતા, હવે નિશ્ચિંતતાનો ભાવ
અમેરિકન સાઈકોલોજિકલ એસોસિએશનમાં મનોવિજ્ઞાની વેલે રાઈટ કહે છે કે, ‘અગાઉ લોકોમાં ડર હતો. હવે સ્થિતિ અલગ છે. ભયનું સ્થાન થાકે લીધું છે.અગાઉની સરખામણીમાં વાઈરસના ઈલાજમાં ઘણો સુધારો થયો છે. છતાં પણ ચેપના ફેલાવાએ અમેરિકાના આરોગ્ય અધિકારીઓની ચિંતા વધારી છે. દુનિયાના કેટલાક દેશોમાં સંક્રમણ રોકવા કડક ઉપાય કરાયા છે. દક્ષિણ કોરિયા, જાપાન, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ચીનમાં અનેક મહિનાથી સંક્રમણ કાબુમાં છે. જોકે, ચીનના ક્વિંગદાવ શહેરમાં ગયા સપ્તાહે એક ડઝન કેસ આવ્યા પછી શહેરના બધા લોકોનો ટેસ્ટ કરાઈ રહ્યો છે. હોંગકોંગ યુનિવર્સિટીમાં માઈક્રોબાયોલોજીના આસિસ્ટન્ટ પ્રોફેસર સિદ્ધાર્થ શ્રીધરનું કહેવું છે કે, આ પ્રકારના ઉપાયોનો વિરોધ ઓછો થાય છે. તેના બદલે સરકાર પર વાઈરસ રોકવા જરૂરી પગલાંનું દબાણ બને છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post