• Home
  • News
  • વિશ્વમાં કોરોનાના દર્દીઓ 50 લાખને પાર, 25 લાખ દર્દી માત્ર 30 દિવસમાં વધ્યા, નવા દર્દી 5 એપ્રિલથી વધતા નથી કે ઘટતા નથી
post

40.53 લાખ દર્દી અમેરિકા અને યુરોપમાં, એશિયામાં 8.41 લાખ દર્દી

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-21 10:46:11

નવી દિલ્હી: વિશ્વમાં કોરોનાના દર્દીઓનો આંકડો 50 લાખને પાર થઇ ચૂક્યો છે. 25 લાખ દર્દી માત્ર 30 દિવસમાં વધ્યા છે જ્યારે પ્રથમ 25 લાખ દર્દી 142 દિવસમાં મળ્યા હતા. મંગળવારે વિશ્વમાં કુલ 94 હજાર નવા દર્દી મળ્યા. 5 એપ્રિલ બાદથી આ જ સ્થિતિ છે. બે-ત્રણ દિવસે આ આંકડો ઘટીને 80 હજાર સુધી પહોંચે છે અને પછીના બે-ત્રણ દિવસમાં પાછો 95 હજારની નજીક પહોંચી જાય છે. મતલબ કે નવા દર્દીઓની સરેરાશ દોઢ મહિનાથી સ્થિર છે. નવા દર્દીઓની સંખ્યા ઘટતી પણ નથી કે વધતી પણ નથી. 
નવા દર્દી: 1 લાખથી વધુ સંક્રમિતોવાળા 11 દેશમાં માત્ર બ્રાઝીલ અને ભારતમાં નવા દર્દી વધી રહ્યા છે

·         બ્રાઝીલ અને ભારતમાં નવા દર્દીઓની સંખ્યા વધી રહી છે જ્યારે 11 સૌથી વધુ સંક્રમિત દેશમાં સામેલ અમેરિકા, રશિયા, સ્પેન, ઇંગ્લેન્ડ, ઇટાલી, જર્મની, ફ્રાન્સ, તુર્કી અને ઇરાનમાં નવા દર્દીઓની સંખ્યા ઘટી રહી છે. 

·         બ્રાઝીલમાં 10 દિવસ અગાઉ સૌથી વધુ 6 હજાર દર્દી મળ્યા હતા. હવે 16 હજારથી વધુ મળી રહ્યા છે. ભારતમાં ગયા અઠવાડિયે માત્ર બે વખત 4 હજારથી વધુ દર્દી મળ્યા હતા. હવે 5 હજારથી વધુ મળી રહ્યા છે. 

·         40.53 લાખ દર્દી અમેરિકા અને યુરોપમાં થઇ ચૂક્યા છે. એશિયામાં 8.41 લાખ દર્દી છે.

·         સૌથી સારી સ્થિતિ આફ્રિકાની છે. ત્યાં 93,261 દર્દી છે. 17 હજાર માત્ર દ.આફ્રિકામાં છે. 

એક્ટિવ કેસ: માત્ર 5 દેશ- અમેરિકા, રશિયા, ઇંગ્લેન્ડ, બ્રાઝીલ અને ભારતમાં વધી રહ્યા છે

·         1 લાખથી વધુ દર્દીઓવાળા 11 દેશમાં સામેલ અમેરિકા, રશિયા, ઇંગ્લેન્ડ, બ્રાઝીલ અને ભારતમાં જ એક્ટિવ કેસની સંખ્યા વધી રહી છે. જોકે, ભારતમાં એક્ટિવ કેસ વધવાનો દર માત્ર 3.6% છે. આ હિસાબે ભારતમાં એક્ટિવ કેસ 19 દિવસે બમણા થઇ રહ્યા છે.

·         જ્યારે બ્રાઝીલમાં આ દર 11% સુધી પહોંચી ગયો છે. અમેરિકા, રશિયા અને ઇંગ્લેન્ડમાં એક્ટિવ કેસ વધવાનો દર 8%થી ઓછો છે. 

મોત: વિશ્વમાં ભારત સહિત માત્ર 8 દેશમાં રોજ 100થી વધુ મોત થઇ રહ્યાં છે

·         માત્ર બ્રાઝીલ અને ભારતમાં દૈનિક મોતની સંખ્યા વધી રહી છે જ્યારે અમેરિકા, ઇંગ્લેન્ડ, ઇટાલી, પેરુ, મેક્સિકોમાં દૈનિક મોત ઘટી રહ્યા છે. રશિયામાં દૈનિક મોતનો આંકડો 14 દિવસથી સ્થિર છે. 

·         બ્રાઝિલમાં મોત વધવાની ઝડપ સૌથી વધુ છે. ત્યાં એક અઠવાડિયા અગાઉ સુધી રોજ 400 મોત થતા હતા. 1100 થાય છે. અમેરિકામાં અગાઉ રોજ 2000થી વધુ મોત થતા હતા. 1500થી ઓછા થઇ રહ્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post