• Home
  • News
  • બોલિવૂડમાં કોરોનાની એન્ટ્રી:લારા દત્તાનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો, BMCએ ઘરને સીલ કરી દીધું અને તેને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કર્યું
post

લારા મોટા પડદા પર ફિલ્મ બેલ બોટમમાં જોવા મળી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2022-03-26 13:50:04

મુંબઈ: દેશમાં કોરોના કેસ જ્યાં ઘટી રહ્યા છે, ત્યારે બોલિવૂડમાંથી કોરોના હજી ગયો નથી. હવે તેની ઝપેટમાં એક્ટ્રેસ લારા દત્તા આવી ગઈ છે. તેની સાથે જ BMCએ એક્ટ્રેસનું ઘર પણ સીલ કરી દીધું છે. જો કે, એક્ટ્રેસે હજી સુધી પોતાના કોવિડ પોઝિટિવ હોવાની જાણકારી આપી નથી.

માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન લારાનું ઘર
લારા દત્તા કોવિડ પોઝિટિવ હોવાના સમાચાર આવતા જ BMCએ તરત પગલાં લીધા છે. BMCએ લારાના ઘરની બહાર માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનનું પોસ્ટર લગાવી દીધું છે. તેમજ તેના ઘરને પણ સીલ કરી દીધું છે. રિપોર્ટ્સના અનુસાર, પરિવારમાં લારા જ કોરોનાવાઈરસની ઝપેટમાં આવી છે.

લારા દત્તાનું વર્ક ફ્રન્ટ
લારા મોટા પડદા પર ફિલ્મ બેલ બોટમમાં જોવા મળી હતી. ફિલ્મમાં લારા દત્તાની સાથે અક્ષય કુમાર, વાણી કપૂર અને હુમા કુરેશી પણ લીડ રોલમાં હતા. તે ઉપરાંત તે OTT પ્રોજેક્ટ હિચક્સ એન્ડ હુકઅપ્સ’, ‘હંડ્રેડઅને કૌન બનેગા શિખરવતીમાં જોવા મળી હતી.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post