• Home
  • News
  • અમેરિકા, ઈઝરાયલ સહિત 81 દેશમાં કોરોનાનો બીજો રાઉન્ડ
post

માત્ર 35 દેશમાં ચેપના દરમાં ઘટાડો, લોકો માસ્ક પણ સારી રીતે પહેરતા નથી

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-22 10:16:02

વૉશિંગ્ટન: દુનિયાના 81 દેશમાં કોરોના વાઈરસનો બીજો રાઉન્ડ  શરૂ થયો છે. જેમાં અમેરિકા,  ઈઝરાયલ, સ્વીડન, દક્ષિણ આફ્રિકા, પાકિસ્તાન, બાંગ્લાદેશનો સમાવેશ થાય છે. ડબ્લ્યુએચઓના પ્રમુખ ડો. ટેડ્રોસ ગેબ્રેયસેસે ચેતવણી ઉચ્ચારતા કહ્યું કે દક્ષિણ એશિયા, મધ્ય પૂર્વ અને આફ્રિકાના દેશોમાં સ્થિતિ વધુ ખરાબ થશે. મોટા ભાગના દેશોમાં અનલૉકના કારણે કોરોનાનું જોખમ વધ્યું છે. લોકો કોરોનાથી બચાવના નિયમોને નજરઅંદાજ કરી રહ્યા છે. માસ્ક પણ સારી રીતે પહેરતા નથી. આ દેશોમાં છેલ્લા બે સપ્તાહમાં સંક્રમણ વધ્યું છે. 

દુનિયાભરમાં ગુરુવારે નોંધાયેલા નવા કેસમાંથી અડધા અમેરિકામાં હતા. આફ્રિકામાં 100 દિવસમાં 1 લાખ કેસ થયા છે, જ્યારે અહીં 19 દિવસમાં જ કેસ બમણા થઈ ગયા છે. દ. આફ્રિકામાં દરરોજ સરેરાશ 1 હજાર કેસ આવી રહ્યા છે. દુનિયામાં માત્ર 36 દેશોમાં જ કોરોનાના નવા કેસમાં ઘટાડો નોંધાયો છે. બધા દેશો ટેસ્ટ વધારે અને ક્વોરન્ટીનની વ્યવસ્થા કરે. 

અમેરિકાઃ વોશિંગટ, ન્યુયોર્ક સિટીમાં આવતીકાલથી અનલૉક-
વોશિંગ્ટન અને ન્યુયોર્ક સિટીમાં સોમવારથી અનલૉક-2ની શરૂઆત થશે. તેનાથી ન્યુયોર્કમાં સલૂન-અન્ય દુકાનો ખૂલી જશે. આઉટ ડોર ડિનર કરી શકાશે. મેયર બિલ ડે બ્લાસિયોએ કહ્યું કે શહેરની સરહદો ખોલવાની પણ તૈયારી ચાલુ છે. વોશિંગ્ટનમાં અનલૉક-2માં રેસ્ટોરન્ટ, બિનજરૂરી રિટેલ સ્ટોર્સ ખૂલશે. ધાર્મિક સ્થળોમાં 100 લોકો ભેગા થઈ શકશે. અમેરિકામાં અત્યાર સુધી કોરોનાના 22,98,108 કેસ અને 1,21,424નાં મોત થયાં છે.

દુનિયાઃ ઝિમ્બાબ્વેમાં માસ્ક કૌભાંડ, અફઘાનિસ્તાનમાં અમેરિકન દૂતાવાસ સંક્રમિત 

·         ઝિમ્બાબ્વેના આરોગ્ય મંત્રી ઓબાદિયા મોયોની માસ્ક કૌભાંડમાં ધરપકડ કરાઈ છે. સરકારે એક કંપનીને માસ્કનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. કંપની સરકારને માસ્ક રૂ.2,125માં વેચી રહી હતી, જે સરેરાશ કિંમતથી ઘણી વધુ છે. 

·         અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ ખાતેના અમેરિકન દૂતાવાસના 20 કર્મચારીને કોરોનાનો ચેપ લાગ્યો છે. જેમાંથી મોટા ભાગના સુરક્ષા કર્મચારી છે. અફઘાનિસ્તાનમાં કુલ 28,424 કેસ નોંધાયા છે અને 569 મોત થયાં છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post