• Home
  • News
  • Corona ની ત્રીજી વેવની શક્યતા: ઓગસ્ટના અંતમાં આર્થિક વૃદ્ધિ પર ફરી લાગશે બ્રેક
post

ક્રૂડના ભાવમાં સોમવારે 8 ટકાનો તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. જે ભારતીય અર્થતંત્ર માટે થોડી રાહતની બાબત બની શકે છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-07-22 10:46:01

નવી દિલ્હી: ભારતીય બજાર (Indian market) માટે સપ્તાહની શરૂઆત સારી રહી નથી. સોમવારે છેલ્લા કેટલાંક મહિનાઓના તીવ્ર ઘટાડા બાદ મંગળવારે પણ ગેપ-ડાઉન ઓપન થઈ તે રેડ ઝોન (Red Zone) માં જ ટ્રેડ દર્શાવતો રહ્યો હતો. સોમવારે યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજે પણ તેના છેલ્લાં સાત મહિનાઓનો સૌથી મોટો ઘટાડો નોંધાવ્યો હતો. 

યુએસ (US) અને યુકે (UK) ખાતે ડેલ્ટા વેરિઅન્ટ (Delta variant) ને કારણે વધી રહેલાં કોવિડ કેસિસને લઈને બજારમાં ચિંતા જોવા મળી હતી. વૈશ્વિક આર્થિક ગ્રોથ (Economic growth) ને લઈને ફરીથી ઊભી થયેલી ચિંતા પાછળ રોકાણકારો (Investors) હાલમાં રિસ્ક ઓફ મોડમાં જતાં રહ્યાં હોય તેમ જણાય છે. બજારો હાલમાં મોંઘા વેલ્યૂએશન્સ પર ટ્રેડ થઈ રહ્યાં છે. આ સ્થિતિમાં કોઈપણ નાના નેગેટિવ ટ્રિગર્સ બજારમાં પ્રોફિટ બુકિંગનું કારણ બનતાં હોય છે.

ટ્રેડબુલ્સ સિક્યૂરિટીઝના સીએમડી દિનેશ ઠક્કરે જણાવ્યું હતું કે "ભારતીય બજાર (Indian market) તેની તાજેતરની ટોચથી થોડું કરેક્ટ થઈ ચૂક્યું છે અને તેથી અમને મોટા કરેક્શનની શક્યતા નથી જણાતી. જોકે વિદેશી સંસ્થાકિય રોકાણકારોનું વલણ ચિંતાપ્રેરક છે. જુલાઈ મહિનામાં તેઓ સતત વેચવાલ રહ્યાં છે. અત્યાર સુધીમાં તેણે રૂ. 7000 કરોડની ચોખ્ખી વેચવાલી નોંધાવી છે. 

છેલ્લા ત્રણ સપ્તાહથી તેઓ એકધારું વેચાણ દર્શાવી રહ્યાં છે. ક્રૂડના ભાવમાં સોમવારે 8 ટકાનો તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. જે ભારતીય અર્થતંત્ર માટે થોડી રાહતની બાબત બની શકે છે. જોકે તે હજુ પણ નોંધપાત્ર ઊંચા સ્તરે ટ્રેડ થઈ રહ્યાં છે. ક્રૂડના ભાવ (Crude prices) માં ઘટાડો ઓર આગળ વધે તો સ્થાનિક સ્તરે ફુગાવા (Inflation) માં ચોક્કસ રાહત મળી શકે છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશન ઓગસ્ટના અંત સુધીમાં ત્રીજા વેવની શક્યતા જોઈ રહ્યું છે. જે આર્થિક વૃદ્ધિ પર ફરી એકવાર બ્રેક લગાવી શકે છે. 

ઈન્ડેક્સ (Index) 15930-15630ની રેંજની ઉપરની બાજુને પાર કરવામાં નિષ્ફળ રહ્યો. મંગળવારે તે 16332ના સ્તરે બંધ આવ્યો. જેને જોતાં તે નીચેની રેંજ પર ટ્રેડ થઈ રહ્યો છે. 15630ની નીચે તેના માટે 15400-15450ના વચગાળાના સપોર્ટ છે. જ્યારે ઉપરમાં 16040નો અવરોધ છે. જુલાઈ મહિના માટે આઉટલૂક બુલીશ છે. 

બજારમાં કોઈપણ સુધારાનો ઉપયોગ લોંગ પોઝીશન ઊભી કરવા માટે કરવો જોઈએ. કેમકે ટ્રેન્ડ સ્ટ્રેન્થ ઈન્ડિકેટર આરએસઆઈ તેના સપોર્ટ ઝોનમાંથી પરત ફર્યો છે. આમ ઈન્ડેક્સ 16040-15630ની રેંજમાં અથડાયેલો રહે તેવી શક્યતા છે. જોકે વૈશ્વિક બજારોની ચાલ મહત્વની પુરવાર થશે. હાલમાં પરિણામો સિવાય સ્થાનિક અન્ય મોટા ટ્રિગર્સનો અભાવ જોવા મળી રહ્યો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post