• Home
  • News
  • બ્રાઝિલના એમેઝોન ક્ષેત્રની 60 જનજાતિઓમાં કોરોના ફેલાયો, 980 કેસ, કુલ 125 મૃત્યુ
post

10% જનજાતીય ગામથી ICUવાળી હોસ્પિટલ 700થી 1100 કિમી દૂર

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-25 11:50:53

બ્રાઝિલિયા: બ્રાઝિલના એમેઝોન ક્ષેત્રમાં 60 જાનજાતિઓમાં કોરોના ફેલાયો છે. અહીં અત્યાર સુધી 980 કેસ સામે આવ્યા છે. જોકે 125 લોકો મૃત્યુ પામ્યા છે. અધિકારીઓએ કહ્યું કે એમેઝોન ક્ષેત્રમાં મૂળભૂત સ્વાસ્થ્ય સુવિધાઓ પણ નથી. અહીં ચેપ ઝડપથી ફેલાઈ શકે છે. એમેઝોનમાં કોરોનાથી મૃત્યુદર 12.6 ટકા છે. જોકે રાષ્ટ્રીય દર 6.4 ટકા છે. બ્રાઝિલમાં જનજાતીય સમુદાયના આશરે 9 લાખ લોકો રહે છે. તે જંગલોથી ઘેરાયેલા ગામમાં રહે છે. એમેઝોનમાં એપ્રિલમાં પહેલાં જનજાતિ વ્યક્તિનું કોરોનાથી મૃત્યુ થયું હતું. તે 15 વર્ષની હતી. 


આઈસીયુવાળી હોસ્પિટલ 315 કિમી દૂર
હવે સરકાર એ શોધી રહી છે કે આ જનજાતીય સમુદાયના લોકો બહારના લોકોને તેમને ત્યાં પ્રવેશવા દેતા નથી તો પછી કોરોના અહીં પહોંચ્યો કઈ રીતે? 90 ટકા જનજાતીય સમુદાયના ગામથી આઈસીયુવાળી હોસ્પિટલ ઓછામાં ઓછી 315 કિમી દૂર છે. જોકે 10 ટકા જનજાતીય ગામથી 700થી 1100 કિમી દૂર છે. જરૂર પડતાં દર્દીઓને અહીંથી પહેલાં બોટ અને પછી વિમાનથી હોસ્પિટલ લઈ જવા પડે છે. બ્રાઝિલમાં અત્યાર સુધી 3,49,113 કેસ સામે આવ્યા છે. જોકે 22,165 મૃત્યુ થયાં છે. 

adv

Related News

post
post
post
post
post
post
post