• Home
  • News
  • દેશમાં ફરી વધ્યો કોરોનાનો ખતરો, નવા કેસની સંખ્યા ફરી 40 હજારને પાર
post

મહામારીની શરૂઆતથી લઈને અત્યાર સુધી ત્રણ કરોડ 20 લાખ 77 હજાર લોકો સંક્રમિત થયા છે. તેમાંથી 4 લાખ 29 હજાર 669 લોકોના મૃત્યુ થયા છે. સારી વાત છે કે અત્યાર સુધી 3 કરોડ 12 લાખ 60 હજાર લોકો સાજા થયા છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-08-12 10:40:57

નવી દિલ્હીઃ India Coronavirus Updates: કોરોના સંકટની બીજી લહેરનો કહેર યથાવત છે. છ દિવસ બાદ ફરી કોરોનાના કેસ 40 હજારને પાર કરી ગયા છે. ગુરૂવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જારી આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 41,195 નવા કોરોના કેસ સામે આવ્યા અને 490 સંક્રમિતોના મોત થયા છે. આ પહેલા 5 ઓગસ્ટે 44,643 કોરોના કેસ સામે આવ્યા છે. તો દેશભરમાં છેલ્લા 24 કલાકમાં 39069 લોકો કોરોનાથી સાજા થયા છે એટલે કે કુલ એક્ટિવ કેસમાં 1636 કેસનો વધારો થયો છે.  

કોરોના સંક્રમણના કુલ કેસ
મહામારીની શરૂઆતથી લઈને અત્યાર સુધી ત્રણ કરોડ 20 લાખ 77 હજાર લોકો સંક્રમિત થયા છે. તેમાંથી 4 લાખ 29 હજાર 669 લોકોના મૃત્યુ થયા છે. સારી વાત છે કે અત્યાર સુધી 3 કરોડ 12 લાખ 60 હજાર લોકો સાજા થયા છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ચાર લાખથી ઓછી છે. કુલ 3 લાખ 87 હજાર લોકો હજુ કોરોનાથી સંક્રમિત છે, જેની સારવાર ચાલી રહી છે. 

કોરોનાના કુલ કેસ - ત્રણ કરોડ 20 લાખ 77 હજાર 706
કુલ ડિસ્ચાર્જ - ત્રણ કરોડ 12 લાખ 60 હજાર 50
કુલ સક્રિય કેસ - ત્રણ લાખ 87 હજાર 987
કુલ મૃત્યુ- ચાર લાખ 29 હજાર 669
કુલ રસીકરણ - 52 કરોડ 36 લાખ 71 હજાર ડોઝ આપવામાં આવ્યા હતા.

કેરલમાં સામે આવ્યા સૌથી વધુ કેસ
કેરલમાં બુધવારે કોરોનાના નવા 323500 નવા કેસ સામે આવ્યા છે. જેનાથી રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 36 લાખ 10 હજાર 193 થઈ ગઈ છે. જ્યારે 116 લોકોના મોત બાદ કુલ મૃત્યુઆંક વધીને 18120 થઈ ગયો છે. મંગળવારે 19411 લોકો સાજા થયા છે, ત્યારબાદ કુલ રિકવર થનારાની સંખ્યા વધીને 34 લાખ 15 હજાર 595 થઈ ગઈ છે અને રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 1 લાખ 75 હજાર 957 છે. 

અત્યાર સુધી 52 કરોડથી વધુ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા
સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર 11 ઓગસ્ટ સુધી દેશભરમાં 52 કરોડ 36 લાખ 74 હજાર કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવી ચુક્યા છે. 
તો બુધવારે 44.19 લાખ ડોઝ આપવામાં આવ્યા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અનુસાર અત્યાર સુધી 48 કરોડ 32 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. બુધવારે દેશમાં 15.11 લાખ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. 

દેશમાં કોરોનાથી મૃત્યુ દર 1.34 ટકા છે જ્યારે રિકવરી રેટ 97.45 ટકા છે. એક્ટિવ કેસ 1.21 ટકા છે. કોરોનાના એક્ટિવ કેસના મામલામાં વિશ્વમાં ભારત હવે 10માં સ્થાને છે. કોરોનાના કુલ સંક્રમિતોની સંખ્યામાં ભારત બીજા સ્થાને છે. જ્યારે અમેરિકા અને બ્રાઝિલ બાદ સૌથી વધુ મોત ભારતમાં થયા છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post