• Home
  • News
  • Z+ સિક્યુરિટીમાં કોરોના વેક્સિન ટ્રાન્સપોર્ટ:પુણેથી પહેલી બેચ દિલ્હી આવી પહોંચી, 9 ફ્લાઇટ્સ દ્વારા 13 શહેરોમાં 56.5 લાખ ડોઝ મોકલવામાં આવી રહ્યા
post

સીરમ ઇન્સ્ટિટ્યૂટમાં પૂજા પછી 478 બોક્સ રવાના, દરેક બોક્સનું વજન 32 કિલો

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-12 11:12:11

કોરોના વેક્સિન કોવીશીલ્ડનો પ્રથમ જથ્થો મંગળવારે સવારે પુણેના સીરમ ઇન્સ્ટિટ્યૂટથી એરપોર્ટથી રવાના કરવામાં આવ્યો હતો. આ પહેલા પૂજા પણ કરવામાં આવી હતી. પુણે એરપોર્ટથી દેશના 13 શહેરોમાં વેક્સિનનાં 478 બોક્સ પહોંચાડવામાં આવશે. પહેલી ફ્લાઈટ 34 બોક્સ સાથે દિલ્હી પહોંચી ચૂકી છે. જુદા જુદા શહેરોમાં આ વેક્સિન એરપોર્ટથી Z+ સિક્યુરિટી સાથે સ્ટોરેજ સેન્ટર પર લઈ જવાશે.

પ્રથમ તબક્કામાં દિલ્હી, અમદાવાદ, કોલકાતા, ચેન્નઈ, બેંગલુરુ, કરનાલ, હૈદરાબાદ, વિજયવાડા, ગુવાહાટી, લખનઉ, ચંડીગઢ અને ભુવનેશ્વરમાં હવાઈ માર્ગેથી વેક્સિન પહોંચાડવામાં આવી રહી છે. મુંબઈમાં સીધા જ ટ્રક દ્વારા વેક્સિન મોકલવામાં આવશે.

ગુજરાતને સૌથી પહેલા મળશે વેક્સિન
કોરોના વેક્સિનની પ્રથમ ખેપ સૌથી પહેલા એર ઈન્ડિયાની ફ્લાઈટથી ગુજરાત મોકલવામાં આવી રહી છે. ગુજરાતના ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે તેમના રાજ્યમાં વેક્સિનની પ્રથમ ખેપ સવારે પોણા અગિયાર વાગ્યે પહોંચી ગયો છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર વેક્સિનની ડિલિવરી થઈ.

કેન્દ્રએ છ કરોડથી વધુનો ડોઝનો ઓર્ડર આપ્યો
કેન્દ્ર સરકારે સોમવારે સીરમ ઇન્સ્ટિટ્યૂટ અને ભારત બાયોટેકને કોરોના વેક્સિનને છ કરોડથી વધુ ડોઝનો ઓર્ડર આપવામાં આવ્યો. સરકાર સૌથી પહેલા દેશના ત્રણ કરોડ ફ્રન્ટલાઈન હેલ્થવર્કર્સને કોરોનાની રસી લગાવાશે, જેની શરૂઆત 16 જાન્યુઆરીથી થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી હતી અને રસીકરણ અંગેની તૈયારીઓની સમીક્ષા કરી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post