• Home
  • News
  • Corona Vaccine: અનોખી ઓફર...કોરોના રસી મૂકાવો અને જીતો કરોડો રૂપિયાનો આલીશાન ફ્લેટ
post

એક દેશ એવો છે જ્યાં રસીકરણ કરાવો તો 10 કરોડથી વધુ ઈનામ જીતવાની તક આપવામાં આવી રહી છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-05-31 09:50:08

નવી દિલ્હી: ભારતમાં જ નહીં પરંતુ દુનિયાના અનેક દેશોમાં કોરોના (Corona Virus)  મહામારી કહેર વર્તાવી રહી છે. સંક્રમણને કાબૂમાં લેવા માટે ઝડપથી લોકોનું રસીકરણ થઈ રહ્યું છે. ભારતમાં પણ રસીકરણના કાર્યક્રમને પ્રોત્સાહન મળી રહ્યું છે. પરંતુ એક દેશ એવો છે જ્યાં રસીકરણ કરાવો તો 10 કરોડથી વધુ ઈનામ જીતવાની તક આપવામાં આવી રહી છે. 

10 કરોડનો એપાર્ટમેન્ટ
બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ હોંગકોંગ (Hong Kong) માં એક ડેવલપરે રસીકરણ કરાવનારાને આ અનોખી ઓફર આપી છે. જે મુજબ જો તમે રસી મૂકાવો તો તમને 1.4 મિલિયન ડોલર એટલે કે લગભગ 10 કરોડની રકમ ઈનામમાં મળી શકે છે. જો કે આ રકમ કેશમાં નહીં પરંતુ લોટરી દ્વારા જીતી શકાય છે. વિનરને આ રકમનો એપાર્ટમેન્ટ આપવામાં આવશે. 

સિનો ગ્રુપ નામની કંપની ટેંક ફોંગ ફાઉન્ડેશનની સાથે મળીને રસીકરણ માટે લોકોને પ્રોત્સાહિત કરવાના હેતુસર આ ઓફર આપી રહી છે. કંપની તરફથી બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં કહેવાયું છે કે વિજેતાને ગ્રાન્ડ સેન્ટ્રલ પ્રોજેક્ટ હેઠળ એક બ્રાન્ડ ન્યૂ અપાર્ટમેન્ટ આપવામાં આવી રહ્યો છે. 

એક્સપાયર થઈ રહ્યા છે રસીના ડોઝ
હોંગકોંગમાં રસી લગાવી ચૂકેલા લોકો આ લકી ડ્રો જીતવા માટે હકદાર રહેશે. આ ઓફરમાં લગભગ 450 વર્ગ ફૂટનું આલીશાન ઘર ઈનામમાં આપવામાં આવી રહ્યું છે. રસીકરણને પ્રોત્સાહન આપવા માટે સરકાર તરફથી બીજી પણ અનેક ઓફરો આપવામાં આવી રહી છે. અહીં સરકાર રસીના ડોઝ ડોનેટ કરવાનું પણ વિચારે છે કારણ કે ઓગસ્ટ સુધીમાં કેટલાક ડોઝ એક્સપાયર થવાના છે. 

દેશમાં રસીકરણ માટે લોકો ઘરમાંથી બહાર નીકળવા તૈયાર નથી. લગભગ 75 લાખની વસ્તીવાળા હોંગકોંગમાં હજુ સુધી ફક્ત 12 ટકા વસ્તીનું રસીકરણ થયું છે. જ્યારે પાડોશી દેશ સિંગાપુરમાં 28 ટકા  લોકો કોરોનાની રસી મૂકાવી ચૂક્યા છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post