• Home
  • News
  • આઈટી સેક્ટરમાં મોટું પરિવર્તન આવશે, કોન્ટેક્ટલેસ ઈકોનોમી અને આપણું નિરીક્ષણ પણ વધશે
post

નિષ્ણાતોએ કોરોના ચેપ પછીના જીવનમાં નવી ટેક્નોલોજીની જરૂરિયાત જણાવી, ખતરા અને ખામીઓ વિશે પણ ચેતવ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-26 10:53:21

નવી દિલ્હી: કોરોના વાઈરસને લીધે સમગ્ર દુનિયા થંભી ગઈ છે. મોટી વસતી ઘરોમાં કેદ છે. એવામાં નિષ્ણાતો કહે છે કે કોરોનાના કારણે આપણું જીવન ઝડપથી બદલાશે. ખાસ કરીને ટેક્નોલોજી અને ઈનોવેશન મામલે. તેમનું કહેવું છે કે કોઈ વસ્તુને સ્પર્શવાની ટેવ કોન્ટેક્ટલેસ ઈકોનોમીમાં બદલાઈ જશે. સાથે જ ચેતવણી આપી હતી કે બીમારીથી બચાવના નામે લોકોનું નિરીક્ષણ પણ વધી જશે. પ્રાઈવસી માટે લોકો ડાર્ક નેટ પર પલાયન કરશે.


કોન્ટેક્ટલેસ ઈકોનોમી
માનવ સંસાધન મંત્રાલયના ઈનોવેશન સેલના ડિરેક્ટર ડૉ.મોહિત ગંભીરે જણાવ્યું કે ભવિષ્ય કોન્ટેક્ટલેસ ઇકોનોમીનું હશે. માનવીના અનેક કામ રોબોટ કરશે. મેડિકલમાં શરૂઆતનું ડાઈગ્નોસ પણ ટચ-ફ્રી હશે જેમાં ટેમ્પરેચર, ધબકારા, ડાયાબિટીસ કાઉન્ટ રિયલ ટાઈમમાં જોઈ શકાશે. ગામડાંઓ માટે ટેલિમેડિસિન અને ટેક્નોલોજી વિકસિત થશે. ટોકિંગ હોમ, એપ્લાયન્સનો ઉપયોગ વધશે. સ્માર્ટ બિલ્ડિંગ તાપમાન, પાણી, વીજળીનો વપરાશ પણ જણાવશે. ઘરેલુ વસ્તુઓનો ઉપયોગ બોલીને થશે. 


સ્માર્ટ ઈન્ડસ્ટ્રીઝ
આઈઆઈટીમાં પ્રોફેસર સુનીલ ઝાએ જણાવ્યું કે ઈન્ડસ્ટ્રીમાં ઓછા મેનપાવરમાં વધુ ઉત્પાદનની ડિમાન્ડ છે એટલા માટે મોટા ભાગની કંપનીઓ રોબોટિક્સ તરફ આગળ વધી રહી છે. સ્માર્ટ ઈન્ડસ્ટ્રીઝ કોન્સેપ્ટમાં ફેક્ટરી કે કંપનીમાં ગયા વિના જ ઘરેથી જાણી શકાશે કે કયા મશીનમાં કઈ ખામી છે, કેટલું ઉત્પાદન થયું છે? મશીન જાતે જ રિપેર થઈ જશે. સ્માર્ટ ઈન્ડસ્ટ્રીનું પ્રોટોટાઈપ આઈઆઈટી દિલ્હીમાં તૈયાર થઈ ચૂક્યું છે. 


સર્વેલાન્સ વધશે
મેડિકલ ક્ષેત્રની ઈનોવેશ્યો ક્યુરિયસના સીઇઓ સચિન ગૌડ કહે છે કે મોટા ભાગની ટેક્નોલોજી એઆઈની મદદથી વિકસિત થશે. તેનાથી લોકોનું નિરીક્ષણ, એટલે કે સર્વેલાન્સ વધશે. આશંકા છે કે એપ અને ટેક્નોલોજીથી થતું સર્વેલાન્સ વધી જશે. 


યુઝર ડાર્કનેટ પર પલાયન કરશે
સાઈબર એક્સપર્ટ પવન દુગ્ગલે કહ્યું કે હાલના સમયને બિફોર કોરોના અને આફ્ટર કોરોના પણ કહી શકાય છે. કોરોનાની આડમાં અનેક દેશ એવાં પગલાં ભરી રહ્યાં છે જેનાથી તે શક્તિશાળી થઈ જશે. એપથી ડિજિટલ આઝાદી છીનવાશે. એવામાં લોકો ડાર્ક નેટ પર પલાયન કરશે. 


બેરોજગારી, ગરીબી અને મોંઘવારી સામે ઝઝૂમવું પડશે
પરિવર્તનના આ દોરમાં જીવનમાં પડકારો વધશે. ઈસરોના પૂર્વ વિજ્ઞાની અને દિવંગત રાષ્ટ્રપતિ એ.પી.જે.અબ્દુલ કલામ સાથે વિઝન 2020 પુસ્તકના લેખક વાય.એસ. રાજન કહે છે કે રોબોટિક્સ અને આર્ટિફિશિયલ ઉત્પાદનોની જરૂરિયાત 10 ટકાથી ઓછા લોકો માટે હશે. 90 ટકા વસતી માટે બે દાયકા જૂની સમસ્યાઓ રાહ જોઈ રહી છે. ગરીબી, બેરોજગારી અને મોંઘવારી સામે બધાએ ઝઝૂમવું પડશે. ઈન્ડસ્ટ્રીઝનું દબાણ અને જરૂરિયાત વધશે. લેબરને સ્કિલ્ડ કરવું જરૂરી બની જશે.

adv

Related News

post
post
post
post
post
post
post