• Home
  • News
  • હવે એક ડોઝમાં કોરોના સામે મળશે રક્ષણ, Johnson and Johnson ની વેક્સિનને મળી મંજૂરી
post

જોનસન એન્ડ જોનસન કંપનીની સિંગલ ડોઝ વેક્સિનને ભારતમાં ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મળી ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આ વાતની જાણકારી આપી છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-08-07 14:05:33

નવી દિલ્હીઃ અમેરિકી કંપની જોસનસ એન્ડ જોનસનની સિંગલ ડોઝ વેક્સિનને ભારતમાં મંજૂરી મળી ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરી તેની જાહેરાત કરી છે. ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મેળવનાર આ પાંચમી વેક્સિન છે. સીરમ ઇન્સ્ટિટ્યુટની કોવિશીલ્ડ (ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકા), ભારત બાયોટેકની કોવૈક્સીન અને ડો. રેડ્ડીઝની સ્પૂતનિક વી (રશિયાની) પહેલાથી ઉપલબ્ધ છે. રિપ્લાને પણ મોડર્નાની વેક્સિન ઇમ્પોર્ટ કરવાની મંજૂરી મળી ચુકી છે. 

જોસનસ એન્ડ જોનસ આ વેક્સિનનું ઉત્પાદન કઈ રીતે કરશે, તે વિશે વધુ જાણકારી આપવામાં આવી નથી. પરંતુ કંપનીએ તે જરૂર કહ્યું છે કે તેની ગ્લોબલ સપ્લાયમાં બાયોલોજિકલ ઈની મહત્વની ભૂમિકા હશે. આવો તમને જણાવીએ જોનસન એન્ડ જોનસનની સિંગલ વેક્સિન કેવી રીતે બની છે, કઈ રીતે કામ કરે છે અને કેટલી અસરકારક છે. 

સ્વાસ્થ્ય મંત્રીએ ટ્વીટ કરી આપી જાણકારી

કઈ રીતે બની અને કઈ રીતે કામ કરે છે વેક્સિન?
જોસનસ એન્ડ જોનસનની વેક્સિન કોવિડ-19 આપનાર SARS-CoV-2 વાયરસના જેનેટિક મટીરિયલનો ઉપયોગ કરી બનાવવામાં આવી છે. તેને Ad26.COV2.S કહે છે. આ વાયરસના જેનેટિક કોડનો પ્રયોગ સ્પાઇક પ્રોટીન બનાવવા માટે કરે છે. ઘણી અન્ય વેક્સિન પણ આ રીતે પ્રોટેક્શન પ્રદાન કરે છે. 

એકવાર શરીરમાં વેક્સિન પહોંચી જાય તો આ બીમારી વિરુદ્ધ એન્ટીબોડી તૈયાર કરવાનો નિર્દેશ આપે છે. કારણ કે વેક્સિનમાં વાયરસનું પૂરુ જેનેટિક મટીરિયલ ન હોય, તેથી તે લોકોને બીમાર બનાવી શકતી નથી. તેવામાં જ્યારે ઇમ્યુન સિસ્ટમ જે એન્ટીબોડી બનાવે છે, તે અસલ વાયરસની ઓળખ કરે છે અને તેની સામે લડે છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post