• Home
  • News
  • કોરોનાની તપાસ હવે અવાજથી થશે, વોઈસ સેમ્પલ દ્વારા તપાસ કરાવવાની તૈયારીમાં મહારાષ્ટ્ર સરકાર
post

નવી ટેક્નિક દ્વારા દર્દીના વોઈસ સેમ્પલનું એપ બેઝ મોડ્યૂલ દ્વારા ટેસ્ટ કરાશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-10 09:50:27

નવી દિલ્હી: મહારાષ્ટ્ર સરકાર કોરોના સામેના જંગમાં એક મોટું પગલું ભરવા જઈ રહી છે. વોઈસ સેમ્પલ દ્વારા કોરોનાની તપાસ શરૂ કરાશે. હાલમાં પાઈલટ પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે.

શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેએ ટ્વિટ કરી કહ્યું કે બીએમસી અવાજના નમૂનાનો ઉપયોગ કરી એઆઈ આધારિત કોવિડ ટેસ્ટનું પરિક્ષણ કરશે. આરટીપીસીઆર ટેક્નિકની સાથે આ ટેક્નિકની પણ ટ્રાયલ લેવાશે. ઠાકરેએ કહ્યું કે દુનિયાભરમાં ટેસ્ટ માટે ઉપયોગમાં લેવાતી ટેક્નિક સાબિત કરે છે કે આ રોગચાળાએ આપણને ટેક્નિકના ઉપયોગથી ચીજોને અલગ રીતે જોવા અને વિકસિત કરવામાં મદદ કરી છે.

એપ બેઝ ટેક્નિકથી ટેસ્ટ
નવી ટેક્નિક દ્વારા દર્દીના વોઈસ સેમ્પલનું એપ બેઝ મોડ્યૂલ દ્વારા ટેસ્ટ કરાશે. જો કે હાલમાં ટ્રાયલ તરીકે તેનો ઉપયોગ થશે. પરંતુ જો તે સફળ થશે તો સમગ્ર મહારાષ્ટ્રમાં તેનો ઉપયોગ કરાશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post