• Home
  • News
  • 24 કલાકમાં માત્ર 18 હજાર સંક્રમિત નોંધાયા, જે છેલ્લા 6 મહિનામાં સૌથી ઓછા, સારવાર કરાવી રહેલામાં 15 હજાર દર્દી ઘટ્યા
post

IIT મદ્રાસમાં એક ડિસેમ્બરથી અત્યારસુધીમાં લગભગ 191 વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવી ચૂક્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-17 11:28:39

દેશમાં કોરોના સંક્રમિતોના આંકડાએ બુધવારે મોટી રાહત આપી છે. માત્ર 18 હજાર 164 નવા કેસ નોંધાયા. આ 24 જૂન પછી સૌથી ઓછા રહ્યા. ત્યારે 16 હજાર 868 કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં 33 હજાર 350 દર્દી સાજા થઈ ચૂક્યા છે. 356 સંક્રમિતનાં મોત થઈ ગયાં છે. આનાથી સારવાર કરાવી રહેલા દર્દી, એટલે કે એક્ટિવ કેસમાં 15 હજાર 563નો ઘટાડો થયો, જે લગભગ દોઢ મહિનામાં સૌથી વધુ છે. આ પહેલાં 2 નવેમ્બરે 21 હજાર 447 એક્ટિવ કેસ ઘટ્યા હતા.

દેશમાં અત્યારસુધીમાં 99.50 લાખ લોકો કોરોના સંક્રમિત થયા છે, જેમાંથી 94.89 લાખ સાજા થઈ ચૂક્યા છે અને 1.44 લાખે આ મહામારીથી જીવ ગુમાવી દીધા છે. આ આંકડા covid19india.org વેબસાઈટમાંથી લેવામાં આવ્યા છે.

કોરોનાં અપડેટ્સ

·         UPના હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર ડિપાર્ટમેન્ટે મહાનિર્દેશાલયના તમામ કર્મચારીઓ અને અધિકારીઓની ડિસેમ્બર અને જાન્યુઆરીની રજાઓ કેન્સલ કરી દીધી છે. આવું રાજ્યમાં ચાલતા વેક્સિનેશન પ્રોગ્રામ માટે કરવામાં આવ્યું છે.

·         IIT મદ્રાસમાં એક ડિસેમ્બરથી અત્યારસુધીમાં લગભગ 191 વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવી ચૂક્યો છે. રિપોર્ટ પ્રમાણે, કેમ્પસમાં શરૂઆતના બે કેસ 1લી ડિસેમ્બરે જ નોંધાયા હતા. ત્યાર પછી આ કેમ્પસને કોવિડ હોટસ્પોટ જાહેર કરી દેવાયું હતું.

·         ઉત્તરાખંડના હેલ્થ સેક્રેટરી અમિત નેગી બુધવારે કોરોના સંક્રમિત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી 84 હજાર 69 કેસ નોંધાયા છે, જેમાંથી 6 હજાર 140 દર્દીની સારવાર હાલ ચાલી રહી છે.

પાંચ રાજ્યની સ્થિતિ
1.
દિલ્હી
અહીં બુધવારે 1547 લોકો કોરોના પોઝિટિવ થયા હતા. 2734 લોકો સાજા થયા અને 12 લોકોનાં મોત થયા. અત્યારસુધીમાં અહીં 6 લાખ 11 હજાર 994 લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યા છે, જેમાંથી 13 હજાર 261 દર્દીની સારવાર ચાલી રહી છે, જ્યારે 5 લાખ 88 હજાર 586 લોકો સાજા થઈ ચૂક્યા છે.

2. મધ્યપ્રદેશ
અહીં બુધવારે 1079 કેસ નોંધાયા. 1257 લોકો સાજા થયા અને 8 દર્દીનાં મોત થયાં. અહીં અત્યારસુધીમાં 2 લાખ 26 હજાર 788 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, જેમાંથી 2 લાખ 11 હજાર 25 સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 3 હજાર 433 લોકોનાં મોત થયાં છે. હાલ 12 હજાર 330ની સારવાર ચાલી રહી છે.

3. ગુજરાત
અહીં બુધવારે 1160 લોકો સંક્રમિત થયા હતા. 1384 લોકો સાજા થયા અને 10 લોકોનાં મોત થયાં. અત્યારસુધીમાં 2 લાખ 31 હજાર 73 લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યા છે, જેમાંથી 12 હજાર 547 દર્દીની સારવાર ચાલી રહી છે. 2 લાખ 14 હજાર 323 લોકો અત્યારસુધીમાં સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 4203નાં મોત થયાં છે.

4. રાજસ્થાન
અહીં બુધવારે 1247 કેસ નોંધાયા. 2237 લોકો સાજા થયા અને 10 લોકોના મોત થયા. અત્યાર સુધી 2 લાખ 94 હજાર 831 લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યા છે, જેમાંથી 14 હજાર 510 દર્દીની સારવાર ચાલી રહી છે, જ્યારે 2 લાખ 77 હજાર 743 લોકો સાજા થઈ ચૂક્યા છે, 2578 લોકોનાં મોત થયાં છે.

5. મહારાષ્ટ્ર
અહીં બુધવારે આંકડામાં થોડોક સુધારો થયો હતો. 5914 કેસ ઘટ્યા, 3887 દર્દી સાજા પણ થયા. 95 લોકોનાં મોત થયાં. અહીં અત્યારસુધીમાં 18.80 લાખ કેસ નોંધાયા છે. 17.69 લાખ દર્દી સાજા થઈ ચૂક્યા છે. 48 હજાર 434 દર્દીનાં મોત થઈ ચૂક્યા છે. અત્યારસુધીમાં કુલ 61 હજાર 454 દર્દીની સારવાર ચાલી રહી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post