• Home
  • News
  • Coronavirus: કોરોનાના નવા વેરિએન્ટ પર રસી અસરકારક? સ્ટડીમાં થયો મોટો ખુલાસો
post

કોરોના વાયરસ (Corona Virus) નું સંક્રમણ ભારતમાં ઝડપથી વધી રહ્યું છે. રોજ રેકોર્ડબ્રેક કેસ સામે આવી રહ્યા છે. કોવિડ-19નો વાયરસ ઝડપથી પોતાના રંગરૂપ બદલી રહ્યો છે અને તેના નવા નવા વેરિએન્ટ સામે આવે છે. આ બધા વચ્ચે એવા સવાલ ઉઠે છે કે શું નવા વેરિએન્ટ વિરુદ્ધ રસી અસરદાર છે ખરી?

Written By newsonline | Ahmedabad | Published: 2021-04-26 12:15:14

ન્યૂયોર્ક: કોરોના વાયરસ (Corona Virus) નું સંક્રમણ ભારતમાં ઝડપથી વધી રહ્યું છે. રોજ રેકોર્ડબ્રેક કેસ સામે આવી રહ્યા છે. કોવિડ-19નો વાયરસ ઝડપથી પોતાના રંગરૂપ બદલી રહ્યો છે અને તેના નવા નવા વેરિએન્ટ સામે આવે છે. આ બધા વચ્ચે એવા સવાલ ઉઠે છે કે શું નવા વેરિએન્ટ વિરુદ્ધ રસી અસરદાર છે ખરી? ન્યૂયોર્ક સ્થિત રાકફેલર યુનિવર્સિટીના સ્ટડીમાં આ અંગે ખુલાસો થયો છે. 

રસી લગાવી ચૂકેલા લોકો પર કરાયો અભ્યાસ
ન્યૂયોર્ક સ્થિત રાકફેલર યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ ફાઈઝર/મોર્ડના(Pfizer/Moderna) ની રસી મૂકાવી ચૂકેલા 417 લોકો પર અભ્યાસ હાથ ધર્યો. જેમાં એક મહિલા રસી (Corona Vaccine) નો બીજો ડોઝ લીધાના 19 દિવસ બાદ અને બીજી મહિલા 36 દિવસ બાદ કોરોના વાયરસથી સંક્રમિત થઈ. આ અભ્યાસ ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનમાં છપાયો છે. 

મહિલાઓમાં મળી ન્યૂટ્રીલાઈઝિંગ એન્ટીબોડીઝ
રિસર્ચર્સે આ બે મહિલાઓની તપાસ કરી અને બંનેમાં પૂરતા પ્રમાણમાં ન્યૂટ્રીલાઈઝિંગ એન્ટીબોડીઝ મળી આવી. જેનો અર્થ છે કે રસી યોગ્ય રીતે કામ કરી રહી છે. રિસર્ચમાં એ પણ જાણવા મળ્યું કે રસી યુકે વેરિએન્ટ અને ન્યૂયોર્ક વેરિએન્ટ વિરુદ્ધ લડવામાં કારગર છે. 

મહિલાઓમાં મળ્યા કોરોનાના આ વેરિએન્ટ
આ ઉપરાંત મહિલાઓમાં કોરોના વાયરસના વેરિએન્ટની તપાસ કરવામાં આવી અને બંનેમાં અલગ અલગ વેરિએન્ટ મળી આવ્યા. એક મહિલામાંથી મળેલા વાયરસમાં E484 અને બીજામાં T95I, DEL 142-144 તથા D 614G ત્રણ મ્યુટેશન મળી આવ્યા. વૈજ્ઞાનિકોએ આ નવા વેરિએન્ટની જિનોમ સિક્વેન્સિંગ કર્યું અને તેના આધારે જે પ્રાથમિક પરિણામ આવ્યા છે જે દર્શાવે છે કે આ વેરિએન્ટ યુકે અને ન્યૂયોર્ક વેરિએન્ટના સંયોજનનું પરિણામ છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post