• Home
  • News
  • દેશની સૌથી નાની વયની ઓર્ગન ડોનર:બ્રેન ડેડ થયેલી 20 મહિનાની બાળકીનું દેહદાન, પાંચ લોકોને નવજીવન મળ્યું
post

દિલ્હીના રોહિણીમાં રહેતી ધનિષ્ઠા 8 જાન્યુઆરી સાંજે રમતા રમતા ફર્સ્ટ ફ્લોરની બાલકનીમાંથી નીચે પડી ગઈ. ઈલાજ દરમિયાન ડોકટરોએ 11 જાન્યુઆરીએ તેને બ્રેન ડેડ જાહેર કરી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-15 09:04:32

પોતાના જીવનના માત્ર 20 મહિના પછી જીવલેણ દૂર્ઘટનાનો શિકાર બનેલી ધનિષ્ઠા દુનિયાની સૌથી નાની વયની ઓર્ગન ડોનર બની ગઈ છે. હોસ્પિટલમાં બ્રેન ડેડ જાહેર કરવામાં આવ્યા બાદ માતા-પિતાએ તેના ઓર્ગન દાન કરવાનો નિર્ણય કર્યો. ધનિષ્ઠાનું હાર્ટ, કિડની, લિવર અને બંને કોર્નિયાંથી પાંચ બાળકોને નવજીવન મળ્યા.

દિલ્હીના રોહિણીમાં રહેતી ધનિષ્ઠ 9 જાન્યુઆરીએ સાંજે રમતા રમતા ફર્સ્ટ ફ્લોરની બાલકનીમાંથી નીચે પડી ગઈ. ધનિષ્ઠાની ઘણી ઈજા થઈ હતી. માતા-પિતા તેને લઈને સર ગંગારામ હોસ્પિટલ પહોંચ્યા. ડોકટરોએ ઈલાજ શરૂ કર્યો પરંતુ 11 જાન્યુઆરીએ તેને બ્રેન ડેડ જાહેર કરવામાં આવી.

બીજા બાળકોને જોઈને લીધો નિર્ણય
ધનિષ્ઠાના પિતા આશીષ કુમારે ન્યૂઝ એજન્સીને કહ્યું કે, 'ડોકટરોએ અમને જણાવ્યું કે ધનિષ્ઠા બ્રેન ડેડ થઈ ગઈ છે અને તે પાછી સ્વસ્થ થશે તેવી કોઈ જ સંભાવના નથી. જ્યારે અમારી દીકરી હોસ્પિટલમાં દાખલ હતી, ત્યારે અમે એવા પેરેન્ટ્સને મળ્યા જેઓ પોતાના બાળકોનું જીવન બચાવવા માટે ઓર્ગન મળવાની રાહ જોઈ રહ્યાં હતા.'

અમારી દીકરી બીજાના શરીરમાં જીવંત છે
આશીષે કહ્યું કે, 'અમારી દીકરી બ્રેન ડેડ થઈ ગઈ હતી, તેથી મેં ડોકટરને પૂછ્યું કે શું અમે અમારી દીકરીના અંગદાન કરી શકીએ છીએ? જેના પર તેઓએ જવાબ આપ્યો કે કેમ નહીં તમે એવું જરૂરથી કરી શકો છો. મેં અને મારી પત્નીએ નક્કી કર્યું કે અમે બીજા બાળકોના જીવન બચાવવા માટે અમારી દીકરીને દફનાવવાને બદલે તેનું દેહ દાન કરીશું. અમને તે વાતથી તો સંતોષ મળશે કે અમારી દીકરી તેઓમાં હજુ જીવંત છે.'

હાર્ટ, કિડની, લિવર ટ્રાંસપ્લાન્ટ કરવામાં આવ્યા
સર ગંગારામ હોસ્પિટલના ચેરમેન ડૉ. ડીએસ રાણાએ કહ્યું, 'બ્રેન સિવાય ધનિષ્ઠાના તમામ અંગ એકદમ સારી રીતે કામ કરતા હતા. માતા-પિતાની મંજૂરી પછી તેનું હાર્ટ, કિડની,લિવર અને બંને કોર્નિયાં હોસ્પિટલમાં જ પ્રિઝર્વ કરવામાં આવ્યા હતા. તેની બંને કિડની એક વયસ્કને, હાર્ટ અને લિવર બે અલગ-અલગ બાળકોને આપવામાં આવ્યા. કોર્નિયાંને હજુ સુધી સુરક્ષિત રાખવામાં આવ્યા છે, જે બે લોકોને આપવામાં આવશે. આ રીતે ધનિષ્ઠાએ પાંચ લોકોના જીવન બચાવ્યાં છે.'

ઓર્ગન ન મળવાથી દર વર્ષે 5 લાખ મોત
ડૉ. મીણાએ કહ્યું કે આ પરિવારે ભરેલું પગલું ખરેખર પ્રશંસનિય છે. તેનાથી બીજાને પ્રેરણા લેવી જોઈએ. દેશમાં 10 લાખ પર માત્ર 0.26% ઓર્ગન ડોનેટ કરવામાં આવે છે.ઓર્ગન ન મળવાથી દર વર્ષે લગભગ 5 લાખ લોકોએ જીવ ગુમાવવા પડે છે.

20 હજાર લોકોને લિવરની જરૂર
ગંગારામ હોસ્પિટલના કો-ચેરમેન અને ચીફ લિવર ટ્રાંસપ્લાન્ટ સર્જન ડૉ. મનીષ મહેતાએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, 'દેશમાં દેહદાન અને ટ્રાંસપ્લાન્ટનો દર ઘણો જ ઓછો છે. માત્ર 20થી 30% દેહદાન થાય છે. મોટી સંખ્યામાં જોઈએ તો લગભગ 20 હજાર દર્દી લિવર ટ્રાંસપ્લાન્ટની રાહ જુવે છે.'

મનીષ મહેતાએ કહ્યું કે ઉત્તર અને દક્ષિણ ભારતમાં દેહદાનમાં મોટું અંતર છે. જો દસ લાખની વસ્તી પર કેલક્યુલેશન કરવામાં આવે તો દક્ષિણમાં એક દેહદાન થાય છે જ્યારે ઉત્તર ભારતમાં આ સંખ્યા માત્ર 0.01 છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post