• Home
  • News
  • લેબમાં બનેલા ‘હથિયાર’ સામે લડવા UN જેવું સંગઠન બનાવો: બિલ ગેટ્સ
post

બિલ ગેટ્સનો મહામારી સામે લડવાનો મંત્ર

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-28 11:36:56

ન્યૂયોર્ક : માઇક્રોસોફ્ટના સહસંસ્થાપક બિલ ગેટ્સનું કહેવું છે કે બીજા વિશ્વયુદ્ધ પછી યુએન જેવા સંગઠન બનાવાયા તેમ કોવિડ-19 બાદ દુનિયાભરના દેશોએ હવે પછીની મહામારી રોકવા નવું સંગઠન બનાવવું જોઇએ. તે આપણને એ માટે પણ તૈયાર કરશે કે જો કોઇ લેબમાં ચેપી રોગ તૈયાર કરીને તેનો હથિયારની જેમ ઉપયોગ કરે તો તેનો મુકાબલો કેવી રીતે કરવો? ‘ધ ઇકોનોમિસ્ટસાથે કરાર હેઠળ ગેટ્સના વિચારો અહીં રજૂ કર્યા છે...

કોરોનાની રસી વિના જનજીવન રાબેતા મુજબ નહીં થાય
ઇતિહાસકારો કોવિડ-19 મહામારી અંગે પુસ્તક લખશે તો આપણે જે અત્યાર સુધી જીવતા આવ્યા છીએ તે એક તૃતીયાંશની આસપાસ જ હશે. કહાણીનો મોટો હિસ્સો આગળ ઉપર જે થવાનું છે તેના પર હશે. યુરોપના મોટા ભાગ, પૂર્વ એશિયા અને ઉત્તર અમેરિકામાં આ મહામારીની ચરમસીમા કદાચ આ મહિનાના અંત સુધીમાં વીતી જશે. ઘણા લોકોને આશા છે કે કેટલાક અઠવાડિયામાં બધું ડિસેમ્બરમાં હતું તેવું જ થઇ જશે. કમનસીબે તેવું નહીં થાય. મને ખાતરી છે કે માનવતા આ મહામારીને હરાવી દેશે પણ તે ત્યારે જ થશે કે જ્યારે મોટા ભાગની વસતીને કોરોનાની રસી અપાશે. ત્યાં સુધી જનજીવન પહેલાં જેવું નહીં થાય. ભલે સરકાર ઘરમાં જ રહેવાનો આદેશ પાછો ખેંચી લે અને વેપાર-ધંધા ખુલી જાય પણ સામાન્ય રીતે લોકો પોતોને કોરોનાની ઝપટમાં આવતા બચાવવા પ્રયાસ કરશે જ. એરપોર્ટ્સ પર સખત ભીડ નહીં હોય. રમતો લગભગ ખાલી સ્ટેડિયમોમાં જ રમાશે.

વિકસિત તરફથી વાઇરસ વિકાસશીલ દેશ તરફ ગતિ વધારશે
દુનિયાનું અર્થતંત્ર દબાયેલું જ રહેશે, કેમ કે માગ ઓછી રહેશે અને લોકો કરકસર સાથે ખર્ચ કરશે. વિકસિત દેશોમાં મહામારી ધીમી પડતાં જ તેઓ વિકાસશીલ દેશો તરફ ગતિ વધારશે. જોકે, તેમનો અનુભવ સૌથી ખરાબ હશે. ગરીબ દેશોમાં દૂર-દૂર બેસીને થઇ શકે તેવા બહુ ઓછા કામ હોવાથી ત્યાં સોશિયલ ડિસ્ટન્સિંગ પણ કામ નહીં લાગે. વાઇરસનો ફેલાવો ઝડપથી વધશે અને આરોગ્યતંત્ર ચેપગ્રસ્તોની સારસંભાળ નહીં રાખી શકે. ન્યૂયોર્ક જેવા કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત શહેરોનો ડેટા દર્શાવે છે કે મેનહટનની એક હોસ્પિટલમાં જ મોટા ભાગના આફ્રિકન દેશોની સરખામણીમાં વધુ ઇન્ટેન્સિવ કેર બેડ ઉપલબ્ધ છે. લાખો લોકો મરી શકે છે. ધનિક દેશો મદદ કરી શકે છે. તેમણે એ સુનિશ્ચિત કરવું પડશે કે અતિ આવશ્યક સપ્લાય માત્ર હાઇએસ્ટ બિડ કરનારને જ ન આપવામાં આવે. ધનિક અને ગરીબ દેશોના લોકો ત્યારે જ સમાન રીતે સુરક્ષિત થશે કે જ્યારે આપણી પાસે આ બીમારીનું અસરકારક મેડિકલ સમાધાન એટલે કે રસી ઉપલબ્ધ હશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post