• Home
  • News
  • પાક. સાથે ચીનની કચ્છ સરહદે હાજરી:કચ્છની બોર્ડર પાસે જ સિંધમાં ચીનની ભાગીદારીમાં બનેલા બે કોલસા આધારિત પાવર પ્લાન્ટનું ઉદઘાટન કર્યું
post

આ વખતે વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો-ઝરદારી પણ હાજર રહ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-01 11:27:12

ભુજ: આર્થિક રીતે કંગાળી તરફ જઇ રહેલા પાકિસ્તાનમાં હાલ ચીને મોટા પાયે રોકાણ કરેલું છે. ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરના ભાગરૂપે ચીન કચ્છની બોર્ડર પાસે પણ અનેક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે. જેમાં કોલસાની ખાણ અને પાવર પ્લાન્ટનો સમાવેશ થાય છે. કચ્છ બોર્ડરની સામે જ આવેલા થરપારકરમાં ચીન સાથે ભાગીદારી ધરાવતા કોલસા આધારિત બે પાવર પ્લાન્ટનું તાજેતરમાં પાકિસ્તાની પ્રધાનમંત્રી શેહબાઝ શરીફે ઉદ્ઘાટન કર્યું હતું. આ વખતે વડાપ્રધાને પાકિસ્તાન અને ચીનની મિત્રતાનાં ગુણગાન ગાયાં હતાં.

વડાપ્રધાને આ પાવર પ્લાન્ટને ચીન અને પાકિસ્તાન વચ્ચે કાયમી ભાગીદારીના પ્રમાણપત્ર તરીકે વર્ણવ્યો. આ વખતે વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો-ઝરદારી પણ હાજર રહ્યા હતા. અહીં 1,320 મેગાવોટ થાર કોલ બ્લોક-1 અને થલ નોવા 330 મેગાવોટ બ્લોક-IIનું લોકાર્પણ કરતી વખતે આશા વ્યક્ત કરી હતી કે આ પ્રોજેક્ટ્સ રણને આર્થિક હબમાં ફેરવી દેશે. પાકિસ્તાની મીડિયા રિપોટ્સ પ્રમાણે વડાપ્રધાને કાર્યક્રમમાં કહ્યું હતું કે આ પ્રોજેક્ટ્સનું સફળતાપૂર્વક પૂર્ણ થવું એ ચીન અને પાકિસ્તાન વચ્ચે મજબૂત ભાગીદારીનો પુરાવો છે.

આ વખતે વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો-ઝરદારી પણ હાજર રહ્યા
પીએમએ ચીનની સરકાર, સામેલ કંપનીઓ અને સિંધના મુખ્યપ્રધાન સૈયદ મુરાદ અલી શાહનો થાર કોલ-માઇનિંગ અને પાવર જનરેશન પ્રોજેક્ટને અચૂક સમર્થન આપવા બદલ અને બે પ્લાન્ટને પૂર્ણ કરવામાં ફાળો આપનારા તમામનો આભાર માન્યો હતો. શરીફે કહ્યું કે અમને આ સિદ્ધિ પર ગર્વ છે અને ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરને સફળ બનાવવા માટે ચીન સાથે મળીને કામ કરવા માટે પ્રતિબદ્ધ છીએ.તેઓએ થરપારકરના લોકોને તેમના ઘરઆંગણે તબીબી સુવિધાઓ પૂરી પાડવા માટે એક હોસ્પિટલની જાહેરાત કરી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post