• Home
  • News
  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મુલાકાત પૂર્વે અટપટી ક્રીક સરહદની સામે પાર પાકિસ્તાની માછીમારોનો જમાવડો
post

સારા જથ્થાની લાલચમાં કોઇ માછીમાર ભારતની હદમાં પ્રવેશે નહીં તે માટે રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-10 12:23:48

ગૃહમંત્રી કચ્છના પ્રવાસે આવી રહ્યા છે. સરહદી ધોરડો અને સંભવત કોટેશ્વર રાત્રી રોકાણ હોતા કચ્છની તમામ સરહદો એલર્ટ જોવા મળી રહી છે. ગૃહમંત્રીની મુલાકાતને બે દિવસ જ રહ્યા છે અને કચ્છ સરહદની વાત કરીએ તો સામે પાર ક્રીકોમાં પાકિસ્તાની માછીમારોની રીતસરનો રાફડો ફાટયો છે તેવું સુત્રો કહી રહ્યા છે અને સમુદ્રમાં ભારતની સરહદ નજીક જ માછીમારી માટે આવન-જાવન વધતા સુરક્ષા એજન્સીઓ ચાંપતી નજર રાખી રહી છે. એજન્સીઓને એક જ ડર છે કે ગૃહમંત્રી, મુખ્યમંત્રી સહિતનો કાફલો કચ્છ સરહદે હોય ત્યારે કોઇ પાકિસ્તાની માછીમારી કરતો ઘુસે નહીં. માછલીની લાલચમાં ડેરી બંદર, શાહ બંદર સહિતના આજુબાજુ નાના મોટા બંદરોથી ઓપરેટ થતી બોટો સારી માછલીની લાલચમાં ભારતની જળસીમાં નજદીક અવાર નવાર આવી જાય છે.

પાકિસ્તાનની ઇમરાનની સરકારને ગૃહમંત્રી કચ્છ સરહદની મુલાકાત લેશે તે ગમશે નહીં એ વાત સ્વાભાવિક છે. અમિત શાહ ગૃહમંત્રી બનતા જ સરહદને લગતા પ્રશ્નો અંગે યુદ્ધના ધોરણે નિર્ણય લીધા છે. ખાસ કરીને જમ્મુમાં 370 હટાવી દેવાઇ તે હજુ પાકિસ્તાન ભુલ્યો નથી, હવે 56ની છાતી બતાવવા ગૃહમંત્રી સરહદની સાવ નજદીક આવતા હોઇ પાકિસ્તાન સરહદે બેચેની હોય તે સમજાઇ રહ્યું છે. થોડાક દિવસની કચ્છ સરહદ સામેપાર માછીમારોના જમાવડાને એજન્સીઓ પણ ગંભીરતાથી લઇ રહ્યું છે. ગૃહમંત્રીના આગમન પુર્વે ભારતની એજન્સીઓ સતત તેમની મુવમેન્ટ પર નજર રાખી રહી છે. પાકિસ્તાનના મોટાભાગના પ્રાંત અશાંત છે અને કચ્છ સરહદને અડીને આવેલા સિંધમાં દરરોજ ડખા થાય છે એ તમામ પાસાઓ જોતા ભારતની એજન્સીઓએ રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ સાથે એલર્ટ જોવા મળી રહ્યું છે.

પાક. માછીમારોને તેમના જ વિસ્તારમાં છે ત્રાસ
સુત્રોના મત મુજબ, પાકિસ્તાની માછીમારો ભારતની જળસીમાં નજદીક રાહત અનુભવે છે, કારણ કે પાકિસ્તાનની જળસીમામાં પાકિસ્તાન એજન્સીઓ માછીમારોને ત્રાસ આપે છે તે ઓછુ હોય તેમ અમુક બંદરોએ ચીનાઓની બોટો હોતા તે પણ દાદાગીરી કરે છે. ભારતની જળસીમા નજદીક આ લોકો આવતા નથી તે માનીને હાલ તો માછીમારોનો કાફલો સારી માછલીની લાલચમાં કચ્છ સરહદ સામે પાર જ ફરી રહ્યો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post