• Home
  • News
  • સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા:સિંધુભવન રોડ પર SBR SOCIAL ફૂડ કોર્ટે લોકો અનસોશિયલ, રવિવારે મોડી રાતે ભીડ ઉમટી, અનેક લોકો માસ્ક વગર ફરતા દેખાયા
post

ફૂડ કોર્ટે ગંભીર બેદરકારી કરતા લોકો, પોતે જ નહીં બાળકોને પણ વગર માસ્કે લઈ આવ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-07 10:44:23

રાજ્યમાં એકતરફ દરરોજ 1300 જેટલા કેસો આવી રહ્યા છે અને અમદાવાદ શહેરમાં ફરી કોરોના માથું ઊંચકે તેવી સ્થિતિ સર્જાઈ રહી છે. જેની વચ્ચે અમદાવાદના સિંધુભવન રોડ પર આવેલા SBR SOCIAL ફુડ કોર્ટમાં રવિવારે રાતે લોકો કોરોનાની ગાઈડલાઈનનો ખુલ્લેઆમ ભંગ થતો જોવા મળ્યો હતો. લોકોએ સોશિયલ ડિસ્ટન્સ જાળવવા બાબતે અનસોશિયલ હોય તેવી રીતે ભીડ ઉમટી હતી અને અનેક લોકો માસ્કર વગર દેખાયા હતા.

ફૂડકોર્ટ વાળાને માત્રે ધંધાનું જ ધ્યાન રહ્યું, કોરોના ગાઈડલાઈનનું પાલન ન કરાવ્યું
મોટી સંખ્યામાં લોકો ફૂડ કોર્ટમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વગર બેઠા હતા. ફૂડ કોર્ટમાં દુકાનદારો પણ ગ્રાહકોને સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવાનું કહ્યા વગર પોતાનો ધંધો થાય તેના પર વધુ ધ્યાન આપતા હતા. અનેક લોકો માસ્ક વગર ફૂડ કોર્ટમાં ફરતા જોવા મળ્યા હતા. લોકો જાણે કોરોના હોય જ નહીં તેમ નાના બાળકોને લઈને આ રીતે ભીડમાં ફરતાં જોવા મળ્યા હતા.

 

કોરોના વચ્ચે ગંભીર બેદરકારી મામલે કાર્યવાહી થશે ખરી!
સિંધુભવન રોડ પર આવેલા SBR SOCIAL ફૂડ કોર્ટમાં આ રીતે સોશિયલ ડિસ્ટન્સના ભંગ મામલે એક જાગૃત નાગરિકે સોશિયલ મીડિયામાં વીડિયો અને ફોટા વાઈરલ કરી મ્યુનિસિપલ કોર્પોરેશનનું ધ્યાન દોર્યું હતું. આજે SBR SOCIAL ફૂડ કોર્ટમાં સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ શું કોર્પોરેશન અને વસ્ત્રાપુર પોલીસ કોઈ કાર્યવાહી કરશે? લોકોની સાથે સાથે ફૂડ કોર્ટ ચલાવતા અને તેમાં દુકાન ધરાવતા માલિકોએ પણ સોશિયલ ડિસ્ટન્સ અંગે ધ્યાન રાખ્યું ન હતું. આવી બેદરકારીના કોરોના અમદાવાદમાં વકરી શકે છે. કોર્પોરેશન અને પોલીસનું આ બાબતે ધ્યાન દોરવામાં આવ્યું છે ત્યારે કાર્યવાહી થાય છે કે નહીં તે જરૂરી છે.

કોર્પોરેશન દ્વારા ચેકિંગ હવે જરૂરી બન્યું
અનલોક-4માં રેસ્ટોરાં અને દુકાનો મોડી રાત સુધી ખુલ્લી રાખવા દેવાય છે, જેથી મોટી સંખ્યામાં લોકો બહાર હવે નીકળી રહ્યા છે અને ભીડ ભેગી થાય છે ત્યારે આવા ફૂડ કોર્ટ અને રેસ્ટોરાં પર ખાસ શનિવાર અને રવિવારે કોર્પોરેશન અને પોલીસની ટીમને કોરોનાની ગાઈડલાઈનનું પાલન થાય છે કે નહીં તેનું ચેકિંગ કરવું જરૂરી છે.

adv

Related News

post
post
post
post
post
post
post