• Home
  • News
  • કબૂતરે બોનેટ પર માળો મૂકતાં ક્રાઉન પ્રિન્સે મર્સિડીઝ કાર કૉર્ડન કરાવી
post

આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, અને સૌ કોઈ ક્રાઉન પ્રિન્સની પ્રશંસા કરી રહ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-17 10:03:16

દુબઈ: આ મર્સિડીઝ કાર દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બીન રશીદ અલ મુક્તમ મોહમ્મદની છે. ક્રાઉન પ્રિન્સે આ લક્ઝુરિયસ કારનો ઉપયોગ કરવાની ના પાડી દીધી છે, કેમકે કારના બોનેટ પર કબૂતરે માળો બાંધ્યો હતો. એવામાં જો પ્રિન્સને કારનો ઉપયોગ કરવો હોય તો તેને બોનેટ પરથી માળો હટાવવો પડે એમ હતો. આખરે તેમણે આ કારનો ઉપયોગ કરવાનું જ બંધ કરી દીધું. એટલું જ નહીં કારની આસપાસ સુરક્ષા ઘેરો પણ લગાવી દીધો.જેથી કોઈ વ્યક્તિ કારની નજીક ન જાય અને આ પંખીઓને ખલેલ ન પડે. ક્રાઉન પ્રિન્સે વીડિયો શેર કરતાં લખ્યું કે, અહીં કબુતરે બચ્ચાંને જન્મ આપ્યો છે અને તે તેમના બચ્ચાંઓની સારસંભાળ પણ લઈ રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, અને સૌ કોઈ ક્રાઉન પ્રિન્સની પ્રશંસા કરી રહ્યા છે.

adv

Related News

post
post
post
post
post
post
post