• Home
  • News
  • કોરોના મહામારીને કારણે ક્રૂઝ ઈન્ડસ્ટ્રી ધરાશાયી, લક્ઝુરિયસ જહાજ ડિસમેન્ટલ થવા તૂર્કી પહોંચી રહ્યાં છે
post

તસવીર તૂર્કીના ઈઝમિર શહેરની છે. અહીં 65 હજારની વસતી ધરાવતા અલિગા પોર્ટ પર અમેરિકા, બ્રિટન અને ઈટાલી જેવા મોટા દેશોના 5 લક્ઝરી ક્રૂઝ શિપ ડિસમેન્ટલ કરાઈ રહ્યાં છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-05 09:20:56

તૂર્કીના ઈઝમિર શહેરમાં 65 હજારની વસતી ધરાવતા અલિગા પોર્ટ પર અમેરિકા, બ્રિટન અને ઈટાલી જેવા મોટા દેશોના 5 લક્ઝરી ક્રૂઝ શિપ ડિસમેન્ટલ કરાઈ રહ્યાં છે. આ એ જ શિપ છે જેમાં પ્રવાસ દરમિયાન કોરોનાના સેંકડો કેસ મળ્યા હતા. આ ક્રૂઝ કોવિડ-19ને લીધે બદનામ થઈ ગયા હતા.

માર્ચમાં અમેરિકી ઓર્થોરિટી સહિત અનેક દેશોએ આ જહાજોને ન ચલાવવા આદેશ આપી દીધો હતો. એવામાં આ ક્રૂઝ ઘણાં દિવસો પડી રહ્યા હતા. થોડા સમય બાદ તે કબાડ થવા લાગ્યા. ત્યારે તેના માલિકોએ તેને તોડી નાખવા માટે તૂર્કી મોકલી આપ્યા.

ક્રૂઝ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકો કહે છે કે લક્ઝરી શિપનું મેઈન્ટેનન્સ વધારે હોય છે. મહામારીને લીધે તેને ચલાવવાના સંકેત પણ મળી રહ્યા નથી. એટલા માટે તેમને ડિસમેન્ટલ કરાઈ રહ્યાં છે. જોકે તેની અમુક વસ્તુઓ જેમ કે બારીઓ, દરવાજા અને દિવાલોને સુરક્ષિત કાઢવામાં આવી રહી છે. તેનો પછીથી ફરીવાર ઉપયોગ કરાશે.

ટ્રાવેલ કંપની કાર્નિવલ કોર્પોરેશનના સીઇઓ અર્નાલ્ડ ડોનાલ્ડે જણાવ્યું કે મહામારીને લીધે ક્રૂઝ શિપ ઈન્ડસ્ટ્રી બરબાદ થઈ ચૂકી છે. આગામી દિવસોમાં કંપની તેની ફ્લિટના 13 જહાજોને હટાવી દેશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post