• Home
  • News
  • ક્રિપ્ટો કરન્સીથી અર્થતંત્રનું ડોલરીકરણ થવાની શક્યતા: આરબીઆઇ
post

દેશની નાણાકીય સિસ્ટમ અસ્થિર બનવાનું જોખમ, નાણાકીય પ્રવાહ પર અંકુશ, નાણાકીય અને મોદ્રિક નીતિ ઘડવાની આરબીઆઇની સત્તા ઘટવાની સંભાવના

Written By newsonline | Ahmedabad | Published: 2022-05-16 11:03:44

નવી દિલ્હી: ક્રિપ્ટો કરન્સીથી અર્થતંત્રના એક ભાગનું ડોલરીકરણ થવાની શક્યતા છે તેમ આરબીઆઇના અધિકારીઓએ સંસદીય સમિતિને જણાવ્યું છે. જો આમ થશે તો તે ભારતની સંપ્રભુ હિતોની વિરુદ્ધ છે. 

સૂત્રોના જણાવ્યા અનુસાર પૂર્વ નાણા રાજ્ય પ્રધાન જયંત સિંહાના નેતૃત્ત્વવાળી નાણાકીય બાબતોની સંસદીય સમિતિ  સમક્ષ આરબીઆઇના ગવર્નર શક્તિકાંતા દાસ સહિતના આરબીઆઇના ઉચ્ચ અધિકારીઓએ સ્પષ્ટપણે ક્રિપ્ટોકરન્સીના જોખમ દર્શાવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે ક્રિપ્ટોે કરન્સીથી દેશની નાણાકીય સિસ્ટમ અસ્થિર બનવાનું જોખમ રહેલુ છે. 

સંસદીય સમિતિના એક સભ્ય અપેલી માહિતી મુજબ આરબીઆઇના અધિકારીઓએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ક્રિપ્ટો કરન્સીથી નાણાકીય નીતિ નક્કી કરવા અને મોટ્રિક નીતિ ઘડવાની ક્ષમતાને પ્રભાવિત કરી શકે છે અને નાણાના પ્રવાહ પર અંકુશ મૂકવાની આરબીઆઇની ક્ષમતા પણ ઘટાડી શકે છે. 

રિઝર્વ બેંકના અધિકારીઓએ ચેતવણી આપી હતી કે આતંકવાદને નાણાકીય મદદ, માદક પર્દાથોની હેરાફેરીમાં પણ ક્રિપ્ટો કરન્સીનો ઉપયોગ થઇ શકે છે. દેશની નાણાકીય પ્રણાલીની સ્થિરતા સામે મોટો ખતરો ઉભો થઇ શકે છે. 

અધિકારીઓએ સંસદીય સમિતિને જણાવ્યું હતું કે મોટા ભાગની ક્રિપ્ટો કરન્સી ડોલર પર આધારિત છે અને તેમને વિદેશી ખાનગી સંસ્થાઓ જારી કરે છે. જેના કારણે અર્થતંત્રના અમુક હિસ્સાનું ડોલરીકરણ થવાની શક્યતા છે. જે દેશની સંપ્રભુતાની વિરુદ્ધ ગણાશે. 

ક્રિપ્ટો કરન્સીની બેકિંગ પ્રણાલી ઉપર પણ નકારાત્મક અસર પડશે. આકર્ષક વળતરની લાલચમાં લોકો પોતાની મહેનતની કમાણી તેમાં નાખે. જેના કારણે બેંક પાસે ધિરાણ માટે નાણાકીય સ્ત્રોતની અછત સર્જાશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post