• Home
  • News
  • ક્રિપ્ટોકરન્સીના મૂલ્યમાં કડાકો બોલી ગયો, એક દિવસમાં બજાર મૂડીમાં 1 ટ્રીલિયન ડોલરનું જંગી ધોવાણ થયું
post

આ અગાઉ અમેરિકાની કાર ઉત્પાદક કંપની ટેસ્લાના CEO એલન મસ્કે પણ ક્રિપ્ટો કરન્સી નહીં સ્વીકારવાની વાત કહી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2021-05-20 11:09:34

ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં આજે ભારે કડાકો જોવા મળ્યો હતો, મોટા ભાગની ક્રિપ્ટોકરન્સીની મૂલ્યમાં ભારે ધોવાણને પગલે તેમના મૂલ્યમાં એકસાથે 1 ટ્રિલિયન ડોલરનું જંગી ધોવાણ થયું છે. તાજેતરના સમયમાં ક્રિપ્ટોકરન્સીએ 2 ટ્રિલિયન ડોલરથી વધારે મૂલ્ય હાંસલ કર્યું હતું. અલબત્ત, આજે ક્રિપ્ટોકરન્સી બિટકોઈન અને ઈથેરિયમની કિંમતમાં ભારે ઘટાડો થયો છે.

છેલ્લા કેટલાક દિવસોમાં બિટકોઈનની કિંમતમાં અસાધારણ વધારો થયા બાદ હવે એના મૂલ્યમાં ભારે ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. ગયા વર્ષના માર્ચ મહિના બાદ બિટકોઈન તથા ઈથેરિયમની કિંમતમાં 1 દિવસમાં આજે સૌથી મોટો ઘટાડો થયો છે.

ચીનના નિવેદનની કિંમત પર અસર
તાજેતરમાં ચીનની મધ્યસ્થ બેન્ક તરફથી ક્રિપ્ટોકરન્સી અંગે નિવેદન આપવામાં આવતાં એની ક્રિપ્ટોકરન્સીના મૂલ્ય પર અસર જોવા મળી છે. ચીનની પીપલ્સ બેન્ક ઓફ ચાઈનાએ કહ્યું હતું કે ડિજિટલ ટોકનની ચુકવણીના સ્વરૂપમાં ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ કરવામાં આવશે નહીં.

બિટકોઈન્સની કિંમત એપ્રિલમાં 65000 ડોલર પહોંચી હતી
બિટકોઈન્સની કિંમત 30,000 ડોલર નજીક આવી ગઈ છે. અગાઉ બિટકોઈનની કિંમતમાં 22 ટકાનો ઘટાડો થયો હતો અને તે 33,500 ડોલર થઈ ગયો હતો. ગત એપ્રિલ મહિનામાં બિટકોઈનની કિંમત 65000 ડોલરની વિક્રમજનક સપાટી પર પહોંચી હતી. આ લેવલથી વર્તમાન સમયમાં કિંમત લગભગ અડધી થઈ ગઈ છે.

આ અગાઉ અમેરિકાની કાર ઉત્પાદક કંપની ટેસ્લાના CEO એલન મસ્કે પણ ક્રિપ્ટો કરન્સી નહીં સ્વીકારવાની વાત કહી હતી. હવે ચીન તરફથી જે નિવેદન આવ્યું છે ત્યારબાદ બિટકોઈનમાં વેચવાલીનું દબાણ વધ્યું છે.

અગાઉ જ્યારે આ કરન્સીના મૂલ્યમાં વધારો થઈ રહ્યો હતો ત્યારે નિષ્ણાતોએ ચેતવણી આપી હતી કે ક્રિપ્ટો એસેટમાં આગામી સમયમાં ભારે અફરા-તફરી નોંધાય તેવી દહેશત વ્યક્ત કરી હતી. નિષ્ણાતોનું કહેવું છે કે ટેકનિકલ રીતે જોવામાં આવે તો ક્રિપ્ટોકરન્સીના મૂલ્યમાં હજુ પણ ઘટાડો આવી શકે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post