• Home
  • News
  • એક સમયે સમૃદ્ધ દેશોની યાદીમાં સ્થાન ધરાવતા વેનેઝુએલામાં કરન્સી ક્રાઈસિસ, એક લાખના મૂલ્યની નોટ છાપશે પણ તેનાથી માંડ બે કિલો બટાકા જ ખરીદી શકાશે
post

વેનેઝુએલામાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુ માટે દુકાનોમાં લૂટફાટ કરવામાં આવે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-08 11:58:38

એક સમયે વિશ્વના સૌથી સમૃદ્ધ દેશોમાં સ્થાન ધરાવનાર વેનેઝુએલાના ચલણની કિંમત એક કાગળ જેટલી જ રહી ગઈ છે. મોંઘવારીનો દર એટલે કે ફુગાવાનો દર એટલો બધો વધી ગયો છે કે આ દેશના લોકો એક કપ ચા કે કોફી માટે પણ બેગ ભરીને ચલણી નોટ લઈ જઈ રહ્યા છે. હવે આ મુશ્કેલીને દૂર કરવા માટે વેનેઝુએલા સરકાર ફરી એક વખત મોટુ મૂલ્ય ધરાવતી ચલણી નોટ વ્યવસ્થામાં રજૂ કરવા જઈ રહી છે. બ્લૂમબર્ગના અહેવાલ પ્રમાણે રોકડની ભારે અછતને લીધે વેનેઝુએલા બેન્કનોટ પેપર પણ અન્ય દેશમાંથી આયાત કરી રહ્યું છે.

એક લાખ બોલિવર ચલણથી ફક્ત બે કિલો બટાકા જ ખરીદી શકાશે​​​​
વેનેઝુએલા અત્યાર સુધી ઈટાલીની એક કંપની પાસેથી 71 ટન સિક્યોરિટી પેપર ખરીદી ચુકી છે. વેનેઝુએલાની મધ્યસ્થ બેન્ક હવે 1,00,000 બોલિવર (સ્થાનિક ચલણ)ની નોટ જારી કરવા જઈ રહી છે. અત્યાર સુધીમાં વ્યવસ્થામાં રજુ કરવામાં આવેલી આ સૌથી વધુ મૂલ્યની ચલણી નોટ છે. જોકે આશ્ચર્યની વાત એ છે કે આ એક લાખ બોલિવર ચલણી નોટનું મૂલ્ય ફક્ત 0.23 ડોલર જ હશે. બીજા શબ્દોમાં કહીએ તો આ એક લાખ બોલિવર ચલણથી ફક્ત બે કિલો બટાકા જ ખરીદી શકાશે.વેનેઝુએલામાં ગયા વર્ષે મોંઘવારીનો દર એક અંદાજ પ્રમાણે 2400 ટકા હતો. આ અગાઉ સ્થાનિક સરકારે 50,000 બોલિવર મૂલ્યની ચલણી નોટ છાપી હતી. હવે વેનેઝુએલા તેનાથી પણ વધારે મૂલ્યની ચલણી નોટ છાપવા તૈયારી કરી રહી છે.

ચલણી નોટના મૂલ્યમાંથી એક શૂન્ય દૂર કર્યું પણ કોઈ લાભ નહીં
વેનેઝુએલાનું અર્થતંત્ર સતત સાતમા વર્ષે મંદીનો સામનો કરી રહ્યું છે. આ વર્ષે કોરોના મહામારી અને ઓઈલમાંથી થતી આવકમાં તોતિંગ ઘટાડો થવાને લીધે વેનેઝુએલાના અર્થતંત્રનું કદ 20 ટકા સુધી સંકોચન પામી શકે છે. ચલણને લગતા સંકટની સ્થિતિને દૂર કરવા સરકારે તેના ચલણના મૂલ્યની પાછળથી એક શૂન્ય પણ ઘટાડી દીધો હતો પણ તેની કોઈ ખાસ અસર થઈ નહીં.

ગરીબી અને ભુખમરાને લીધે આશરે 30 લાખ લોકો વેનેઝુએલા છોડી દીધુ
વર્ષ 2017થી વેનેઝુએલામાં મોંઘવારી સતત વધી રહી છે. મોટાભાગના લોકો તેમની દૈનિક જીવન જરૂરિયાતની ચીજવસ્તુ પણ ખરીદી શકતા નથી. સાંજ પડતા દુકાનોમાં લૂટફાટ શરૂ થઈ જાય છે. ફુગાવાનો દર 4 આંકડામાં હોવાથી હવે વેનેઝુએલાના ચલણ ધરાવતુ કોઈ મોલ રહ્યો નથી. પ્લાસ્ટિક અથવા ઈલેક્ટ્રોનિક ટ્રાન્સફર કરવી તે મજબૂરી છે અથવા તો ડોલરને અપનાવવો જરૂરી બની જાય છે.જોકે જાહેર પરિવહન સેવા માટે બોલિવિયરમાં ચુકવણી જરૂરી બને છે. ગરીબી અને ભુખમરાને લીધે આશરે 30 લાખ લોકો વેનેઝુએલા છોડી બ્રાઝીલ, ચિલી, કમ્બોડિયા, એક્વાડોર તથા પેરુ જેવા દેશોમાં જતા રહ્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post