• Home
  • News
  • SBI સહિત આ 6 બેંકોના ગ્રાહકો UPI દ્વારા ડિજિટલ રૂપિયામાં કરી શકશે પેમેન્ટ, જાણો આખી યાદી
post

એસબીઆઈ સિવાય દેશના 6 અન્ય બેન્ક છે જે પોતાના ગ્રાહકોને યુપીઆઈ દ્વારા ડિજિટલ કરન્સી પેમેન્ટની સુવિધા આપી રહ્યા છે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-09-06 19:28:49

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા દેશની 7 મી બેન્ક બની ગઈ છે જેનાથી યુપીઆઈ દ્વારા ડિજિટલ રૂપિયાની લેવડદેવડની પરમિશન આપી દેવાઈ છે. એસબીઆઈએ સેન્ટ્રલ બેન્ક ડિજિટર કરન્સી એટલે કે ડિજિટલ કરન્સીએ લઈને યુપીઆઈ સ્કેન કરીને પેમેન્ટ કરવાની સુવિધા ગ્રાહકો માટે શરૂ કરી દીધી છે. આ ફેસિલિટીને બેન્કે ઈન્ટરઓપરેબિલિટીનું નામ આપ્યુ છે. ખાસ વાત એ છે કે એસબીઆઈના આ પગલા બાદથી ગ્રાહકોને ડિજિટલ કરન્સીમાં લેવડદેવડ કરવામાં સરળતા રહેશે. એસબીઆઈ સિવાય દેશના 6 અન્ય બેન્ક છે જે પોતાના ગ્રાહકોને યુપીઆઈ દ્વારા ડિજિટલ કરન્સી પેમેન્ટની સુવિધા આપી રહ્યા છે. 

એસબીઆઈ તે બેન્કોમાંથી એક છે જેણે આરબીઆઈના રિટેલ ઈ-રૂપિયા પ્રોજેક્ટમાં ડિસેમ્બર 2022માં ભાગ લીધો હતો. ભારતીય સ્ટેટ બેન્કે આ મામલે જાણકારી આપતા કહ્યુ હતુ કે ડિજિટલ કરન્સી લોકો માટે ગેમચેન્જર સાબિત થશે. હવે ગ્રાહકો માટે બેન્કે ડિજિટલ રૂપિયાની સાથે ઈન્ટર ઓપરેબલ બનાવી દીધુ છે. આનાથી તે એસબીઆઈ એપ દ્વારા જ યુપીઆઈ કોડ સ્કેન કરીને સીધા ડિજિટલ રૂપિયાની ચૂકવણી કરી શકશે. 

આ બેન્કોને પણ યુપીઆઈ દ્વારા ડિજિટલ કરન્સી પેમેન્ટની સુવિધા મળી રહી છે

બેન્ક ઓફ બરોડા

યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા

HDFC બેન્ક

ICICI બેન્ક

કોટક મહિન્દ્રા બેન્ક

યશ બેન્ક

IDFC બેન્ક

HSBC બેન્ક

ભારતમાં CBDTની શરૂઆત થઈ ચૂકી છે

ઉલ્લેખનીય છે કે નાણા મંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2022-23 માં સીબીડીસીનું એલાન કર્યુ હતુ. જે બાદ રિઝર્વ બેન્કે તેના પાયલટ પ્રોજેક્ટ દ્વારા ડિસેમ્બર 2022થી તેની ટ્રાયલ શરૂ કરી હતી. ઘણી બેન્ક આરબીઆઈના આ પ્રોજેક્ટથી જોડાઈ ચૂકી છે. હવે એસબીઆઈનું આ પ્રોજેક્ટ સાથે જોડાવુ ખૂબ સારુ છે કેમ કે ગ્રાહકો અને બ્રાન્ચમાં SBI દેશની સૌથી મોટી બેન્ક છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post