• Home
  • News
  • ન્યૂઝીલેન્ડમાં સાયક્લોનનું એલર્ટ, 509 ફ્લાઈટ રદ:250 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાયો, 46 હજાર ઘરોમાં વીજળી ગુલ
post

વાવાઝોડાના કારણે ઊંચા મોજાંની સાથે ભારે વરસાદ પણ થઈ રહ્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-02-13 18:06:15

ન્યૂઝીલેન્ડમાં સાયક્લોન ગેબ્રિયલ સંદર્ભે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. લગભગ 509 ફ્લાઈટ્સને રદ કરવામાં આવી છે. ન્યૂઝીલેન્ડના ઉત્તરી ભાગોમાં 250 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. ઑકલેન્ડ શહેરમાં અત્યારે પવનની ઝડપ 110 કિમી પ્રતિ કલાક છે. ઉત્તરના ભાગોમાં લગભગ 46 હજાર ઘરોમાં વીજળી ઠપ થઈ ગઈ છે.

વાવાઝોડાના કારણે ભારે વરસાદ પણ થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ઑકલેન્ડમાં 4 ઈંચ વરસાદ થઈ ચૂક્યો છે. અહીં સમુદ્રનું જળસ્તર ઝડપથી વધી રહ્યું છે. ન્યૂઝીલેન્ડના હવામાન વિભાગ અનુસાર, હજુ તો ચક્રવાત ગેબ્રિયેલની શરૂઆત જ છે અને એટલામાં જ પાવર લાઈન્સ, રોડ અને ઝાડોને નુકસાન થવાનું શરૂ થઈ ગયું છે. આવતા 24 કલાક સંવેદનશીલ રહેશે અને આ દરમિયાન ઘણા નુકસાન થવાની આશંકાઓ સેવાઈ રહી છે. લોકોને ઘરની બહાર ના નીકળવા સલાહ આપવામાં આવી છે.

પ્રધાનમંત્રીએ રાહત પેકેજની જાહેરાત કરી
ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ હિપકિન્સે સાયક્લોનને ભયાનક ગણાવ્યું છે. તેમણે મદદ માટે 60 કરોડ 37 લાખ 83 હજાર રૂપિયાના રાહત પેકેજની જાહેરાત પણ કરી છે. તેમણે દરિયાકાંઠાની નજીકના વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે જવા અપીલ કરી છે.

સરકાર ઇમરજન્સી લગાવી શકે છે
ઇમરજન્સી બાબતોના મંત્રી કિરન મેકએનલ્ટીએ કહ્યું કે, આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની સંભાવના છે. વાવાઝોડાના વધતા જોખમને જોતા સરકાર ઇમરજન્સી લાદવાનું વિચારી રહી છે. જો ઇમરજન્સી જાહેર થાય તો ન્યૂઝીલેન્ડના ઈતિહાસમાં તે ત્રીજી વખત હશે કે જ્યારે વાવાઝોડાને કારણે ઇમરજન્સી જાહેર કરવામાં આવી હોય.

30 જાન્યુ.એ ભારે વરસાદ પછી પૂર આવ્યું હતું
ન્યૂઝીલેન્ડમાં 15 દિવસ પહેલા એટલે કે 30 જાન્યુઆરી 2023ના રોજ ભારે વરસાદ થયો હતો. આ પછી ત્યાં પૂર આવ્યું હતું. રસ્તાઓ બંધ થઈ ગયા હતા અને લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા. ઑકલેન્ડમાં ચાર લોકોના મોત પણ થયા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post