• Home
  • News
  • ગુજરાત પર વાવાઝોડાનું સંકટ:ગોવા-મુંબઈથી દૂર અરબી સમુદ્રમાં બિપરજોય નામનું વાવાઝોડું સક્રિય, ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે
post

7થી 11 જૂન વચ્ચે વરસાદી માહોલ ચાલુ રહેશે

Written By newsonline | Ahmedabad | Published: 2023-06-06 18:35:22

એક તરફ દેશમાં ચોમાસું શરૂ થવાની ઘડીઓ ગણાઈ રહી છે. ચોમાસું અરબ સાગર સુધી પહોંચી ચૂક્યું છે અને બીજી તરફ અરબ સાગરમાં વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. અરબ સાગરમાં આવનારા દિવસોમાં વાવાઝોડું સર્જાવાની શક્યતા છે. રાજ્યમાં બિપરજોય (Biporjoy) ચક્રવાતી વાવાઝોડું આવવાનું છે. એને કારણે અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અરબ સાગરમાં લો પ્રેશરનું ક્ષેત્ર બની રહ્યું છે, જેના કારણે આગામી બે દિવસમાં એ ચક્રવાતમાં ફેરવાઈ જશે. આ ચક્રવાતની ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પણ અસર જોવા મળશે.

દક્ષિણ અરબ સાગરમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન લો પ્રેશરમાં પરિવર્તિત થયું છે. હવે એ ડિપ્રેશન બનીને આગળ વધશે. આગામી સમયમાં વાવાઝોડું બન્યા બાદ એ કઈ દિશામાં આગળ વધશે એ અંગે હવામાન વિભાગે આગાહી કરી છે. અરબ સાગરમાં બનેલી સિસ્ટમની અસર કેરળમાં પહોંચનારા ચોમાસા પર પણ પડી રહી હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક દ્વારા જણાવવામાં આવ્યું છે.

વાવાઝોડા સાથે ભારે વરસાદ પડશે
હવામાન વિભાગે જણાવ્યું હતું કે 7 જૂન સુધી ચક્રવાત બિપરજોયને કારણે વાવાઝોડા સાથે ભારે વરસાદ પડશે. પવનની ઝડપ 50 કિમી પ્રતિ કલાકની રહી શકે છે. ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં ભારે પવનની સાથે વરસાદ પડી શકે છે. આ સાથે પાટણ, મોડાસા, મહેસાણા સહિત અન્ય વિસ્તારોમાં પણ વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

SDRFની ટીમોને પણ એલર્ટ કરી દેવામાં આવી છે
ભારે વરસાદના એલર્ટને પગલે SDRFની ટીમોને પણ એલર્ટ કરી દેવામાં આવી છે. રાજ્ય પ્રશાસને માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપી છે. સ્થાનિક સ્તરે અધિકારીઓને પણ સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે 7 કે 8 જૂને સિસ્ટમ વધારે મજબૂત બનીને ઉત્તર અરબ સાગર તરફ આગળ વધી શકે છે. જોકે એ ગુજરાત પહોંચશે કે કેમ એ અંગે હજુ સંભાવના વ્યક્ત કરવામાં આવી નથી, પરંતુ જે પ્રમાણેની સ્થિતિ બની રહી છે એને જોતાં વાવાઝોડું ગુજરાતને અસર કરી શકે છે એવી સ્થિતિ બની રહી છે.

દક્ષિણ અરબી સમુદ્રમાં બનેલું લો પ્રેશર હવે ઉત્તર દિશામાં આગળ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જોકે એ આગામી દિવસોમાં સિસ્ટમ મજબૂત બન્યા બાદ ગુજરાત તરફ આવશે કે પછી ઓમાન કે પાકિસ્તાન તરફ ફંટાશે એ અંગે આગળ આગાહી કરવામાં આવશે.

7થી 11 જૂન વચ્ચે વરસાદી માહોલ ચાલુ રહેશે
બિપરજોય ચક્રવાતના આવવાના થોડા દિવસ સુધી પણ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વરસાદ ચાલુ રહેશે. લોકોને ગરમીથી રાહત મળશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 7થી 11 જૂન વચ્ચે વરસાદી માહોલ ચાલુ રહેશે. આ સાથે આ વખતે ચોમાસું સમયસર આવી જશે એવી આશા છે. જોકે પહેલા કેરળમાંથી ચોમાસું આવશે. આ પછી મહારાષ્ટ્ર થઈને ગુજરાતમાં એન્ટ્રી કરશે.

ઉત્તર ભારતમાં તીવ્ર ગરમી
ઉત્તર ભારતના લોકો હાલના દિવસોમાં કાળઝાળ ગરમીથી પરેશાન છે. દિવસના તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે. મેના અંતમાં રાષ્ટ્રીય રાજધાની દિલ્હી-NCRમાં હળવો વરસાદ થયો હતો. ત્યાર બાદ ફરી એકવાર ગરમી વધી છે. દિલ્હી-એનસીઆરના લોકો પણ ચોમાસાની આતુરતાથી રાહ જોવા લાગ્યા છે, જેથી ગરમીથી રાહત મળી શકે.

 

adv

Related News

post
post
post
post
post
post
post