• Home
  • News
  • દાઉદની ગેંગસ્ટર ગુડિયા:દાઉદની નવી પ્રેમિકા પાકિસ્તાની એક્ટ્રેસ મેહવિશ હયાત, ઈમરાનની પણ ખાસ; તેના કારણે મળી પાકિસ્તાનની સર્વોચ્ચ નાગરિકતા
post

હયાતને 2019માં પાકિસ્તાનના સર્વોચ્ચ સન્માનમાંથી એક તમગા-એ-ઈમ્તિયાઝ મળ્યું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-26 10:51:38

ભારતનો મોસ્ટ ભાગેડુ વોન્ટેડ દાઉદ ઈબ્રાહિમનું નામ હાલ પાકિસ્તાનની મુખ્ય ફિલ્મ અભિનેત્રી ગ્લેમેરસ ગર્લ મેહવિશ હયાત સાથે જોડવામાં આવી રહ્યું છે. દાઉદે પોતાના દબદબાના કારણે હયાતને ઘણી ફિલ્મોમાં કામ અપાવ્યું છે. મેહવિશને ગેંગસ્ટર ગુડિયાના નામે પણ ઓળખવામાં આવે છે.

પીએમ ઈમરાનની પણ ખાસ, મળ્યું તમગા-એ-ઈમ્તિયાઝ
સૂત્રોના જણાવ્યા પ્રમાણે હયાતના માત્ર દાઉદ સાથે જ નહીં પરંતુ પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન સાથે પણ સારા સંબંધો છે. ગયા વર્ષે હયાતને પાકિસ્તાનના નાગરિક પુરસ્કારોમાંથી એક તમગા-એ-ઈમ્તિયાઝ એનાયત કરવામાં આવ્યો હતો.
આ પછી તો સોશિયલ મીડિયા ઉપર ઘણી કોમેન્ટ પણ થઈ હતી. લોકોનું કહેવું હતું કે, તેને આ સન્માન પુરસ્કાર એટલા માટે મળ્યો કારણકે તેના પાકિસ્તાનના બહુ તાકાતવર લોકો સાથે સંબંધ છે. એક મુખ્ય વેબસાઈટે તે સમયે તેના દાઉદ સાથે સારા સંબંધો હોવાની વાત પણ ઈશારામાં કહી હતી.

આઈટમ નંબર કર્યા પછી પ્રસિદ્ધી મળી
પોતાના લુક માટે ઓળખાતી હયાત પાકિસ્તાનની એક ટોપ સિંગર સ્ટાર પણ છે અને ઘણાં સારા અને મોટા કાર્યક્રમો પણ હોસ્ટ કરતી હોય છે. તેમાં ક્રિકેટર્સ, રાજનેતા અને ઉદ્યોગપતિઓના કાર્યક્રમ સામેલ હોય છે. મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા પ્રમાણે, હયાતને પાકિસ્તાની ફિલ્મોમાં આઈટમ સોંગ કર્યા પછી પ્રસિદ્ધી મળી છે. ત્યારપછી તે દાઉદ ઈબ્રાહિમના સંપર્કમાં આવી. તેના દબદબાના કારણે હયાતને અમુક હાઈ બજેટ ફિલ્મો પણ મળી. દાઉદ પાકિસ્તાની ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝને ફંડ કરે છે. તેના કરાચી અને લાહોરમાં ઘણાં મોટા પ્રોડ્યૂસર અને ડિરેક્ટર સાથે સંબંધો છે.

સોશિયલ મીડિયા પર થાય છે ટ્રોલ
37
વર્ષની હયાતના ટ્વિચર પર 14 લાખ ફોલોઅર્સ છે. તાજેતરમાં જ હયાતને સોશિયલ મીડિયા ઉપર ખૂબ ટ્રોલ કરવામાં આવી હતી. ઘણાં ભારતીયોએ તેને ટ્વિટ પર ટ્રોલ કરતાં કહ્યું કે, જેણે 1993માં મુંબઈ બોમ્બ બ્લાસ્ટમાં ઘણાં નિર્દોષ લોકોની હત્યા કરી, તેની સાથે જ સારા સંબંધો રાખે છે. પાકિસ્તાનમાં પણ લોકોએ હયાતને સર્વોચ્ચ નાગરિક સન્માન મળતાં ઘણાં સવાલો ઉઠાવ્યા હતા.

મારા વિરુદ્ધ કાવતરું ઘડવામાં આવી રહ્યું છે: હયાત
ટ્વિટર પર ટ્રોલ થયા પછી હયાતે કહ્યું હતું કે, તેની સામે કાવતરું ઘડવામાં આવી રહ્યું છે. તેણે દાઉદ સાથેના પોતાના સંબંધો નકારતા કહ્યું કે, જે લોકો તેમની જેલસી કરે છે તેઓ જ આવી અફવા ફેલાવે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post