• Home
  • News
  • ચીનમાં મૃત્યુઆંક એક હજારથી ઉપર થયો, એક દિવસમાં જ 108ના મોત થયા, 2,478 નવા કેસ નોંધાયા
post

ચીનમાં કોરોના વાઈરસથી સૌથી વધારે અસરગ્રસ્ત હુબેઈ પ્રાંતમાં 103 લોકોએ જીવ ગુમાવ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-11 11:43:43

બૈજીંગઃ ચીનમાં કોરોના વાઈરસને લીધે મૃતકોનો આંકડો 1016 થઈ ગયો છે. જ્યારે 42,638 કેસની પુષ્ટિ થઈ શકે છે. ચીનના આરોગ્ય અધિકારીઓએ મંગળવારે કહ્યું હતું કે એક દિવસ અગાઉ 108 લોકોના મોત થયા છે. કોરોના વાઈરસથી સૌથી વધારે અસર ધરાવતા હુબેઈ પ્રાંતમાં 103 લોકોના મોત થયા છે. ચીનના રાષ્ટ્રીય આરોગ્ય પંચે જણાવ્યું હતું કે કોરોના વાઈરસથી સંક્રમિત 3996 યુવાનોને ગત સોમવારે હોસ્પિટલમાંથી રજા મળી હતી.

સ્ટેટ મીડિયાના જણાવ્યા પ્રમાણે કોરોના વાઈરસને લીધે મહામારીના ફેલાવા બાદ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સોમવારે પ્રથમ વખત પ્રજા સામે આવ્યા હતા. જિનપિંગે વાઈરસ ફેલાતો અટકાવવા માટે બૈજીંગમાં કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવેલા પ્રયાસોનું નિરીક્ષણ કર્યું. તેમણે એક સ્થાનિક હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેમણે વુહાનના મેડિકલ સ્ટાફ સાથે વિડિયોથી વાતચીત કરી હતી.

WHOની ટીમ ચીન પહોંચી

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના તબીબી નિષ્ણાતોની એક ટીમ સોમવારે રાત્રે નોવેલ કોરોના વાઈરસ સંક્રમણની તપાસમાં મદદ માટે ચીન પહોંચી ગઈ છે. ટીમનું નેતૃત્વ ડો.બ્રુસ અલવાર્ડ કરી રહ્યા છે. ચીનના નેશનલ હેલ્થ કમિશનના અધિકારી મી ફેંગે કહ્યું હતું કે અમે આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોની ટીમનું સ્વાગત કરી છીએ. ચીન અને WHOની ટીમ કોરોનાવાઈરસના ઈલાજને લઈ વ્યાપક ચર્ચા કરશે અને મહામારીના ફેલાવાને અટકાવવા માટે યોગ્ય પગલા ભરશે.

કોરોના વાઈરસને લીધે જહાજ ફસાયું

ડાયમંડ પ્રિસેજ- જાપાનના યોકોહામા પોર્ટ પર ફસાયેલ ક્રુઝમાં 3700 લોકો ફસાયા છે. તેમા આશરે 160 ભારતીય અને 24 અમેરિકી નાગરિક પણ ફસાયા છે. જાણકારી પ્રમાણે જહાજ પર 135 લોકો કોરોના વાઈરસથી સંક્રમિત છે.

વેસ્ટેર્ડમ-હોલેન્ડ અમેરિકા દ્વારા સંચાલિત ક્રુઝ પર બે હજાર કરતા વધારે લોકો ફસાયા છે. જહાજ પર એક પણ કેસની પુષ્ટી થઈ નહીં હોવા છતાં જહાજને જાપામ જતા અટકાવવામાં આવ્યું છે. હવે તેને ગુરુવારે થાઈલેન્ડના શહેર લામ ચબાંગ પોર્ટ પર લઈ જવાની યોજના છે.

વર્લ્ડ ડ્રીમ- હોંગકોંગમાં જહાજ પર પાંચ દિવસથી 3600 કરતાં વધારે લોકો અલગ-થલગ (ક્વોરેન્ટાઈન) કરવામાં આવેલ છે. જહાજના ત્રણ યાત્રીઓ સંક્રમિત થયા બાદ જહાજને ક્વોરેન્ટાઈન કર્યા હતા. જોકે, તેને નવા કેસ સામે આવ્યા નથી. યાત્રીઓ અને ક્રુ મેમ્બર્સને છોડવાની મંજૂરી મળી ગઈ છે.

કોરોના વાઈરસના કેસ

કોરોના વાઈરસના સિંગાપુરમાં 45, થાઈલેન્ડમાં 32, હોંગકોંગમાં 42, જાપાનમાં 26, દક્ષિણ કોરિયામાં 27, તાઈવાનમાં 18, મલેશિયામાં 18, ઓસ્ટ્રેલિયામાં 15, જર્મની અને વિયેતનામમાં 14-14, અમેરિકામાં 13, ફ્રાંસમાં 11, મકાઉમાં 10, કેનેડામાં 7, બ્રિટન તથા યુએઈમાં 8-8, ઈટાલી, ફિલિપીન્સ તથા ભારતમાં 3-33, સ્પેન તથા રશિયામાં 2-2, નેપાળ, કમ્બોડિયા, બેલ્જિયમ, ફિનલેન્ડ, સ્વીડન, શ્રીલંકામાં 1-1 કેસની પુષ્ટી થઈ છે.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post