• Home
  • News
  • વૈજ્ઞાનિક માપદંડ પ્રમાણે વિશ્વની ટોપ ટેન સુંદર સ્ત્રીઓમાં દીપિકા પાદુકોણ
post

ભારતમાંથી માત્ર દીપિકાના 9મા ક્રમેે સમાવેશ,જોડી કોમહ પહેલા ક્રમે

Written By newsonline | Ahmedabad | Published: 2022-10-18 19:10:58

મુંબઇ : એક પ્રાચીન ગ્રીક બ્યૂટી સ્ટાન્ડર્ડને એપ્લાય કરી કમ્પ્યુટર દ્વારા તૈયાર કરવામાં આવેલી વિશ્વની સુંદરત્તમ દસ સ્ત્રીઓમાં ભારતમાંથી એકમાત્ર દીપિકા પાદુકોણનો સમાવેશ કરાયો છે. દીપિકાને નવમો ક્રમ અપાયો છે. આ યાદીમાં જોડી કોમહ પહેલા નંબરે છે.  ગોલ્ડર રેશિયો ઓફ બ્યૂટી સ્ટાન્ડર્ડ તરીકે ઓળખાતી પ્રાચીન ગ્રીક ટેકનિકમાં ચહેરાનું માપ લેવામાં આવે છે.  ખાસ કરીને નાક અને હોઠના આકાર અને સ્થિતિનું મુલ્યાંકન કરવામાં આવતું છે. નાકનીપહોળાઇ અને લંબાઇ તેમજ હો ઠ અને આંખના આકારનું પણ માપ લઇને તેના આધારે નિર્ણય લેવામાં આવતો હોય છે. 

યૂકેના એક પ્લાસ્ટિક સર્જન ડો. જિલુઅમ ડી સિલ્વાએ તાજેતરમાં જોડી કોમહને વિશ્વની સૌથી પરિપૂર્ણ સુંદર સ્ત્રી ગણાવી હતી. તેણે નાક અને હોઠ સાથે ૯૮.૭ ટકા સ્કોર મેળવ્યો હતો.  જોડીના નાકની લંબાઇ અને પહોળાઇએ વધુ સ્કોર મેળવ્યો હતો. તેના આંખ અને હોઠના આકાર પણ સુંદરતાની વ્યાખ્યા અનુસાર એકદમ પરફેક્ટ હતા. 

દીપિકા પાદુકોણ ૯૧.૨૨ ટકા સાથે આ યાદીમાં નવમા ક્રમાંકે  આવી છે. આ યાદીમાં બીજો ક્રમ જેન્ડાયા અને ત્રીજો ક્રમ બેલા હેડિડને આપવામાં આવ્યો છે. આ યાદીમાં સામેલ અન્ય સ્ત્રીઓમાં કિમ કાર્દશિયન, એરિઆના ગ્રાન્ડ, ટેલર સ્વિફ્ટ જૌર્ડન ડયુન તથા હો યીઓન જુંગનો પણ સમાવેશ થાય છે. ગોલ્ડન રેશિયો ઓફ બ્યૂટિક એક ગાણિતિક ફોર્મ્યૂલા છે. જેમાં શારીરિક પરિપૂર્ણતા નક્કી કરવા માટે વિવિધ ફોર્મ્યુલાઓનો ઉપયોગ કરવામાં આવે છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post