• Home
  • News
  • કન્ટેઈનમેન્ટ ઝોન સિવાય આંતર જિલ્લા મુસાફરી માટે કોઇપણ પ્રકારના પાસ મેળવવાની જરૂર રહેશે નહીં: Dy CM નીતિન પટેલ
post

લોકડાઉન 4ના કારણે આર્થિક જીવન પુનઃ ધબકતુ થશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-20 09:49:19

અમદાવાદ: સિવિલ હોસ્પિટલમાં આવેલી નવનિર્મિત અને સુવિધાયુક્ત યુ.એન.મહેતા હોસ્પિટલ નિરિક્ષણ બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે લોકડાઉન 4 મામલે અગત્યની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યના નાગરિકોને હવેથી કન્ટેઈનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં આંતરજિલ્લા મુસાફરી માટે કોઇપણ પ્રકારના પાસ મેળવવાની કે મંજૂરી મેળવવાની જરૂર રહેશે નહીં. રાજ્યના નોન કન્ટેમેન્ટ ઝોન વિસ્તારમાં નાગરિકો સરળતાથી અવર-જવર કરી શકશે.

લોકડાઉન 4થી આર્થિક જીવન પુનઃ ધબકતુ થશે

આજથી અમલી બનેલા લોકડાઉન 4 વિશે નીતિન પટેલે કહ્યું હતું કે, સરકાર દ્વારા નાગરિકોના રોજગાર અને આરોગ્યની તકેાદારી રાખી દિશાનિર્દેશો તૈયાર કર્યા છે. લોકડાઉન 4ના કારણે આર્થિક જીવન પુનઃ ધબકતુ થશે. આ સમયગાળા દરમિયાન ઘંઘા રોજગાર સાથે સરકારી દિશાનિર્દેશોનું પણ લોકો દ્વારા પાલન કરવામાં આવે તેવું મંત્રીએ આહવાન કર્યુ હતું.


નાયબ મુખ્યમંત્રીએ નિરિક્ષણ કર્યુ
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે ફાળવવામાં આવેલી નવનિર્મિત અને સુવિધાયુક્ત યુ.એન.મહેતા હોસ્પિટલનું સંપૂર્ણ નિરિક્ષણ કર્યુ હતું. આ હોસ્પિટલમાં ઉપલબ્ધ તમામ સુવિધાઓની જાણકારી મેળવી તેઓએ દર્દીઓને કોઇપણ પ્રકારની તકલીફ ન પડે અને અત્યાધુનિક સુવિધા મળી રહે તે માટે ખરાઇ કરી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post