• Home
  • News
  • કોમોડિટી:વરસાદથી પાકને 40 ટકા નુકસાન છતાં સરકારના મતે મગફળીનું ઉત્પાદન 21 ટકા વધીને 54.65 લાખ ટન થશે
post

કપાસ-ગવાર તથા જુવારનો પાક ઘટશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-04 11:43:29

ગુજરાતમાં ખરીફ વાવેતરમાં મગફળીના વાવેતર વિસ્તારમાં 33 ટકાનો વધારો થઇ 20.65 લાખ હેક્ટરમાં રહ્યું છે. જંગી વાવેતરને ધ્યાનમાં લઇને રાજ્ય સરકારે પાકનો પહેલો એડવાન્સ અંદાજ રજૂ કર્યો છે જેમાં મગફળીનું ઉત્પાદન 21 ટકાથી વધુ વધી 54.65 લાખ ટન થશે તેવો નિર્દેશ કર્યો છે. જ્યારે ટ્રેડરો-ખેડૂતોના મતે છેલ્લા એકધારા ભારે વરસાદના કારણે સરેરાશ 30-40 ટકા પાકને નુકસાની પહોંચશે તેવું દર્શાવી રહ્યાં છે. ખરીફ વાવતેરની કામગીરી પૂર્ણ થઇ નથી ત્યાં ઉત્પાદનના અંદાજો રજૂ કરવામાં આવી રહ્યાં છે. ગતવર્ષે મગફળીનું ઉત્પાદન 45 લાખ ટન આસપાસ રહ્યું હતું.

ભારે વરસાદના કારણે નુકસાની મોટા પાયે થઇ છે ત્યારે ખેડૂતોની પાક વીમા બને તેટલા ઝલ્દી ચૂકવવામાં આવે તેવી ઉઠી છે. સરકારે જે ખેતરોમાં 30 ટકાથી વધુ પાકને નુકસાની થઇ હશે તેઓને તાત્કાલિક ધોરણે નુકસાનીનું વળતર ચૂકવવામાં આવશે તેવો દાવો કરવામાં આવ્યો છે. મોટા ભાગના ટ્રેડરો મગફળીનો પાક 48-50 લાખ ટન આસપાસ રહી જશે તેવો નિર્દેશ કરી રહ્યાં છે. એરંડાના પાકને પણ વરસાદથી નુકસાની છે છતાં સરકારના મતે એરંડાનો પાક 3 ટકા વધી 14.74 લાખ ટન થશે તેવો અંદાજ મુકવામાં આવ્યો છે. કઠોળમાં મગ તથા અડદના પાકને મોટી નુકસાની પહોંચી હોવા છતાં પાક 19 ટકા સુધી વધશે તેવા અહેવાલ રજૂ કરવામાં આવ્યા છે.

કપાસ-ગવાર તથા જુવારનો પાક ઘટશે
કપાસના વાવેતર વિસ્તારમાં 15 ટકાનો ઘટાડો થઇ 22.77 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે તેની સામે ઉત્પાદન માત્ર 6 ટકાના ઘટાડા સાથે 82.39 લાખ ગાંસડી થશે તેવો નિર્દેશ કરવામાં આવ્યો છે. ભારે વરસાદના કારણે પહેલી વીણીનો પાક નિષ્ફળ જશે. ગવારનો પાક 15 ટકા અને જૂવારનું ઉત્પાદન 9 ટકા સુધી ઘટશે તેવો પહેલો એડવાન્સ અંદાજ રજૂ કર્યો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post