• Home
  • News
  • ધર્મેન્દ્રએ એકવાર ફરીથી ખેડૂતોનો પક્ષ લઈ કહ્યું, ‘આજે મારા ભાઈઓને ન્યાય મળી જાય, દિલથી વિનંતી કરું છું’
post

પોતાના 85મા જન્મદિવસ પર ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાતચીત દરમિયાન ધર્મેદ્રએ કહ્યું હતું, ‘લોકો કોરોનાવાઈરસ ભૂલી ગયા છે. દેશમાં અફરા-તફરી ફેલાયેલી છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-04 12:02:45

કૃષિ કાયદા વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂત આંદોલનનો આજે 40મો અને મહત્ત્વનો દિવસ છે. આજે બપોરે 2 વાગ્યે ખેડૂત અને સરકારની આઠમા રાઉન્ડની વાતચીત થવાની છે. આ દરમિયાન બોલિવૂડ એક્ટર ધર્મેન્દ્ર એકવાર ફરીથી ખેડૂતોનાં સમર્થનમાં આગળ આવ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી લખ્યું, આજે મારા ભાઈઓને ન્યાય મળી જાય, દિલથી વિનંતી કરું છું. દરેક આત્માને રાહત મળી જશે.

સરકારને આશા છે કે આજે આંદોલન પૂરું થઈ શકે છે. તો બીજી તરફ ખેડૂત સંગઠને કહ્યું, સરકારે અમારી માગ ના માની તો પ્રદર્શન વધુ ઝડપી બનશે. ખેડૂત નેતા મનજીત સિંહ રાયે કહ્યું કે વાતચીતનું કઈ પરિણામ નહિ આવે તો 13 જાન્યુઆરીએ કૃષિ કાયદાની કોપી સળગાવી લોહરી ઉજવીશું.

ખેડૂત ભાઈઓનું દર્દ જોઇને ઘણો દુ:ખી છું
આની પહેલાં ધર્મેન્દ્રએ ખેડૂતોના સમર્થનમાં સોશિયલ મીડિયા પર ઘણી પોસ્ટ કરી છે. તેમણે એક પોસ્ટ શેર કરી લખ્યું હતું, ‘હું આજે ખેડૂત ભાઈઓને જોઇને ઘણો દુ:ખી છું. સરકારે ઝડપથી આ વાતનું નિરાકરણ લાવવું જોઈએ. આની પહેલાં લખ્યું હતું, સરકારને પ્રાર્થના કરું છું કે, ખેડૂત ભાઈઓની તકલીફનું કોઈ સોલ્યુશન શોધે. કોરોનાના કેસ દિલ્હીમાં વધી રહ્યા છે.

દેશમાં આવા માહોલમાં જન્મદિવસ કેવી રીતે ઉજવું?’
પોતાના 85મા જન્મદિવસ પર ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાતચીત દરમિયાન ધર્મેદ્રએ કહ્યું હતું, ‘લોકો કોરોનાવાઈરસ ભૂલી ગયા છે. દેશમાં અફરા-તફરી ફેલાયેલી છે. હું જન્મદિવસ કેવી રીતે સેલિબ્રેટ કરું? આપણે બધા ભારતમાતાના બાળકો છીએ. માનવતાથી મોટો કોઈ ધર્મ નથી. કોઈની મજબૂરી કે માનવતાનો લાભ ના ઉઠાવો. ખેડૂતો શું બોલવા માગે છે તે એકવાર સાંભળી લો. તેઓ આટલી ઠંડીમાં રસ્તા પર બેઠા છે. વાતચીત કરીને નિરાકરણ લાવી શકાય છે.

સોશિયલ મીડિયાને ઝેરી જગ્યા કહી હતી
ધર્મેન્દ્રએ આની પહેલાં પણ ખેડૂત આંદોલનનાં સપોર્ટમાં એક પોસ્ટ કરી હતી, જે પછી ડિલીટ કરવી પડી હતી. પોસ્ટ ડિલીટ કરવાને લીધે ટ્રોલ પણ થવું પડ્યું હતું. તેમણે આ વિશે ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, ‘મારો હેતુ માત્ર એટલો હતો કે ખેડૂતોની વાત સાંભળી લો. હું હંમેશાં પોઝિટિવ વાતો કરું છું, પરંતુ લોકો તેનો અલગ અર્થ જ શોધી લે છે. ટ્વિટર પર ગુસ્સો ઠાલવે છે. હું આ બધાથી દૂર રહું છું. કારણકે આ ઝેરી જગ્યા થઈ ગઈ છે. લોકો દિલ તોડી દે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post