• Home
  • News
  • ડિજિટલ પેમેન્ટ ટ્રાન્જેક્શન સિસ્ટમ બદલાશે, નવા ફ્રેમવર્ક પર થઈ રહ્યું છે કામ, RBIની મોટી તૈયારી
post

ગવર્નરે જણાવ્યુ કે એડિશનલ ફેક્ટર ઓફ ઓથેન્ટિકેશન સિસ્ટમની શરૂઆત એટલા માટે કરી જેથી ડિજિટલ પેમેન્ટને સુરક્ષિત રાખી શકાય

Written By newsonline | Ahmedabad | Published: 2024-02-10 19:51:17

નવી દિલ્હી: ડિજિટલ યુગમાં કેશ પેમેન્ટનો સમય પૂર્ણ થતો જઈ રહ્યો છે. મોટાભાગના લોકો ઓનલાઈન પેમેન્ટ કરવાનું જ પસંદ કરે છે. દરમિયાન આરબીઆઈ હવે સુરક્ષાની દ્રષ્ટિએ ડિજિટલ પેમેન્ટ વેરિફાઈ કરવાની રીતોમાં પરિવર્તન કરવાની તૈયારીમાં છે. આગામી સમયમાં ડિજિટલ પેમેન્ટની રીત બદલાઈ જશે. દરમિયાન યુઝર્સને શરૂઆતમાં થોડી તકલીફ થાય તે શક્ય છે.

પ્રિન્સિપલ બેઝ્ડ ફ્રેમવર્ક પર કામ

એમપીસીના નિર્ણય અંગે આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યુ કે હજુ સુધી SMS બેઝ્ડ ઓટીપી દ્વારા જ ટ્રાન્જેક્શનને વેરિફાઈ કરવામાં આવે છે. જેમાં કોઈ તકલીફ પણ આવી રહી નથી પરંતુ હવે તેને સુરક્ષાની દ્રષ્ટિથી વધુ મજબૂત બનાવવા માટે પ્રિન્સિપલ બેઝ્ડ ઓથેન્ટિકેશનના ફ્રેમવર્કને લઈને તૈયારી કરવામાં આવી રહી છે. તેનાથી ગ્રાહકોને ઓનલાઈન પેમેન્ટ કરવામાં વધુ સેફ્ટી રહેશે. હવે રિઝર્વ બેન્ક ડિજિટલ ટ્રાન્જેક્શનને વેરિફાઈ કરવા માટે નવી સિસ્ટમ લાવવાની તૈયારી કરી રહ્યુ છે.

AFA સિસ્ટમની શરૂઆત

ગવર્નરે જણાવ્યુ કે એડિશનલ ફેક્ટર ઓફ ઓથેન્ટિકેશન સિસ્ટમની શરૂઆત એટલા માટે કરી જેથી ડિજિટલ પેમેન્ટને સુરક્ષિત રાખી શકાય. આ સિસ્ટમ શરૂ થયા બાદ ઓટીપી સિસ્ટમને ખૂબ પસંદ કરવામાં આવી. તેનાથી ડિજિટલ પેમેન્ટનું વેરિફિકેશન સરળ થયુ છે. આગામી નવા પ્રિન્સિપલ બેઝ્ડ વેરિફિકેશનને લઈને ગર્વનરે હજુ કોઈ ખાસ જાણકારી આપી નથી.

adv

Related News

post
post
post
post
post
post
post