• Home
  • News
  • રિલેશનશિપ પર ખુલાસો:રાકેશ બાપટે શમિતા શેટ્ટી સાથે રિલેશનશિપમાં હોવાની વાત નકારી કાઢી, કહ્યું- તે એક સારી મિત્ર છે
post

રાકેશ બાપટે કહ્યું કે, શમિતા તેની સારી મિત્ર છે, બંને ઘણી વખત સાથે જોવા મળ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-03-28 11:12:36

મુંબઈ: બિગ બોસ OTT ફેમ શમિતા શેટ્ટી અને રાકેશ બાપટના બ્રેકઅપની અફવાઓ જોરમાં છે. તાજેતરમાં રાકેશ બાપટે કહ્યું કે શમિતા તેની સારી મિત્ર છે અને તે બંને હેપ્પી ઝોનમાં છે. સાથે જ તેણે કહ્યું કે તે તેને રિલેશનશિપ નહીં પણ એક સારું બોન્ડ માને છે.

આ રિલેશનશિપ નથી પણ એક બોન્ડ છે
રાકેશે ઈન્ટરવ્યુમાં કહ્યું, હું તમને જણાવવા માગુ છું કે બે લોકો એકબીજા માટે કેવી એનર્જી મહેસૂસ કરે છે. અમે અત્યારે હેપ્પી ઝોનમાં છીએ, તે મારી સારી મિત્ર છે. મિત્રતા એટલી મજબૂત હોવી જોઈએ કે કોઈપણ વસ્તુની અસર મિત્રતા પર ન થાય. શમિતા એક સારી વ્યક્તિ છે. હું તે લોકોનું સન્માન કરું છું જે ઈમાનદાર હોય છે.

બંને ઘણી વખત સાથે જોવા મળ્યા છે
પહેલા પણ રાકેશ અને શમિતાને ઘણી વખત સ્પોટ કરવામાં આવ્યા છે. એટલે સુધી કે બંને પોતાના બિગ બોસ OTT મિત્રોને મળે છે અને બંને સાથે ઘણી મસ્તી કરે છે. પહેલા એવી અફવા ઉડી હતી કે શમિતા અને રાકેશનું બ્રેકઅપ થઈ ગયું છે, પરંતુ બંનેએ આ સમાચારને નકારી કાઢ્યા. રાકેશે કહ્યું હતું કે તે શમિતાની સાથે એક સ્ટ્રોન્ગ બોન્ડ શેર કરે છે, પરંતુ હવે તેણે રિલેશનશિપમાં હોવાનો ઈનકાર કર્યો છે.

બિગ બોસ OTT દરમિયાન મુલાકાત થઈ હતી
બંનેની મુલાકાત બિગ બોસ OTT પર થઈ હતી અને ત્યાંથી તેમના પ્રેમની શરૂઆત થઈ. શમિતા શેટ્ટીની બર્થડે પાર્ટી પર પણ રાકેશ બાપટ સામેલ થયો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post