• Home
  • News
  • 11 મેના રોજ 3 મહિના બાદ શાંઘાઈમાં ડિઝનીલેન્ડ પાર્ક ખૂલશે
post

ડિઝનીને 3 મહિનામાં 10 હજાર કરોડનું નુકસાન

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-07 11:38:18

શાંઘાઈ: ચીનના શાંઘાઈ સ્થિત લગભગ 3 મહિનાથી બંધ ડિઝનીલેન્ડ 11મેએ ખોલાશે. ડિઝનીના ચેરમેન બૉબ ઈગરે આ વાતની પૃષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે, કોરોનાના કારણે કંપનીએ તમામ પાર્ક બંધ કરી દીધા હતા. શાંઘાઈ-હોંગકોંગમાં જાન્યુઆરી, ટોક્યોમાં ફેબ્રુઆરી, અમેરિકા -ફ્રાન્સમાં માર્ચથી બંધ છે. પાર્કમાં મુવી રિલીઝ બંધ છે. કોરોનાના કારણે કંપનીના દરેક ભાગને અસર થઈ છે. વૉલ્ટ ડિઝની કંપનીને છેલ્લા 3 મહિનામાં આશરે 10611 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

બૉબ ઈગરના મતે, કંપનીને પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ અમને સંપૂર્ણ રિકવરીની આશા છે. અમે 11મેથી પોતાનું શાંઘાઈ સ્થિત ડિઝનીલેન્ડ પાર્ક ફરી શરૂ કરવાની યોજના બનાવી રહ્યાં છીએ.

 

adv

Related News

post
post
post
post
post
post
post