• Home
  • News
  • Diwali 2023: જવાનો સાથે દિવાળી ઉજવવા માટે લેપ્ચા પહોંચ્યા PM મોદી
post

પીએમ મોદીએ આ પહેલા પણ ભારતના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2023-11-12 12:39:14

સમગ્ર દેશમાં દિવાળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે આ વચ્ચે દર વર્ષની જેન આ વર્ષે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિવાળી ઉજવવા માટે દેશના જવાનો વચ્ચે પહોંચ્યા છે. આ વર્ષે પીએમ મોદી હિમાચલ પ્રદેશના લેપ્ચામાં જવાનો સાથે દિવાળી ઉજવી રહ્યા છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા પર સુંદર તસવીરો પણ શેર કરી છે. 

PM મોદીએ તસવીરો શેર કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ X પર આ દરમિયાનની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે. આ પોસ્ટમાં પીએમ મોદીએ લખ્યું કે, આપણા બહાદુર જવાનો સાથે દિવાળીની ઉજવણી કરવા માટે હિમાચલ પ્રદેશના લેપ્ચા પહોંચ્યો.

પીએમ મોદીએ આ પહેલા પણ ભારતના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. તેમણે વર્ષ 2014માં સિયાચિન ગ્લેશિયરમાં, વર્ષ 2015માં પંજાબના અમૃતસરમાં, વર્ષ 2016માં હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં અને વર્ષ 2017માં કાશ્મીરના ગુરેજમાં સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. આ પહેલા વર્ષ 2018માં વડાપ્રધાને ઉત્તરાખંડના કેદારનાથમાં અને વર્ષ 2019માં જમ્મુ સંભાગના રાજૌરીમાં સેનાના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. 

adv

Related News

post
post
post
post
post
post
post