• Home
  • News
  • વ્હોટ્સએપમાં મેસેજ ડિલીટ કરવાનો ટાઇમ ન મળતો હોય તો ચિંતા ન કરો, નવું ડિસઅપિયરિંગ ફીચર 7 દિવસ પછી આપમેળે જ મેસેજ ડિલીટ કરી નાખશે
post

વ્હોટ્સએપ ઘણા સમયથી તેનાં ડિસઅપિયરિંગ ફીચર પર કામ કરી રહ્યું છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-03 11:36:29

બિઝી શિડ્યૂલમાં ઘણીવાર એવું બનતું હોય છે કે આપણને વ્હોટ્સએપમાંથી કામ વગરના મેસેજ ડિલીટ કરવાનો ટાઇમ નથી મળતો. મહિનાઓ જૂના મેસેજ પડ્યા હોવાથી તે ફોનમાં જગ્યા તો રોકે જ છે અને સાથે સ્ટોરેજની સમસ્યા પણ ઊભી કરે છે. જો તમે પણ તમારા વ્હોટ્સએપમાંથી મેસેજ ડિલીટ કરવાનું ભૂલી જતા હો તો હવે ચિંતા કરવાની જરૂર નથી. વ્હોટ્સએપ તેના યુઝર્સ માટે એક નવું ફીચર લાવી રહ્યું છે.

વ્હોટ્સએપ ઘણા સમયથી તેનાં ડિસઅપિયરિંગ ફીચર પર કામ કરી રહ્યું છે. ડિયઅપિયરિંગ ફીચર આવ્યા બાદ યુઝર્સને સાત દિવસ પછી ચેટમાંથી જાતે જ મેસેજ કાઢી નાખવાની સુવિધા મળશે. વ્હોટ્સએપ ટૂંક સમયમાં જ આ ફીચરને રોલઆઉટ કરવા જઈ રહ્યું છે. વ્હોટ્સએપે આ વિશે જાણકારી તેના FAQ પેજ પર આપી છએ. કંપનીના જણાવ્યા મુજબ, એન્ડ્રોઇડ અને iOS યુઝર્સ બંનેને ડિયઅપિયરિંગ મેસેજનું ફીચર મળશે. આ સાથે જ તે કાઇઓસ, વ્હોટ્સએપ વેબ અને તેની ડેસ્કટોપ આધારિત એપ્લિકેશન્સ પર પણ મળશે.

ફીચર ઇન્ડિવિડ્યુઅલ અને ગ્રૂપ ચેટ બંને માટે
વ્હોટ્સએપનું આ મેસેજ ડિસઅપિયરિંગ ફીચર ઇન્ડિવિડ્યુઅલ ચેટ અને ગ્રૂપ ચેટ બંને માટે રહેશે. જો કે, ગ્રૂપ ચેટમાં માત્ર એડમિન જ આ ફીચરનો ઉપયોગ કરી શકશે. તેમજ, આ ફીટર ફોર્વર્ડેડ મેસેજ પર કામ નહીં કરે. આ સાથે જ મેસેજ ડિસઅપિયરિંગ ફીચર દ્વારા યુઝર્સ મેસેજ કોપી કરીને સેવ કરી શકશે.

આ ફીચર કેવી રીતે કામ કરશે?
જો કે, આ ફીચરને એનેબલ કરવા પર અગાઉ મોકલેલા અથવા રિસીવ કરેલા મેસેજ પર કોઈ અસર નહીં પડે. યુઝર સરળતાથી આ ફીચરને ઓન અને ઓફ કરી શકશે. એટલે કે જો યુઝર તેની ચેટને ડિલીટ કરવા નથી માગતો તો તેણે આ ફીચરને ડિસેબલ કરવું પડશે. પરંતુ જો તે ઇચ્છે છે કે મેસેજ 7 દિવસ પછી આપમેળે ડિલીટ થઈ જાય તો યુઝર્સે આ ફીચરને એનેબલ કરીને ચેટ કરવી પડશે અથવા ઓડિયો અને વીડિયો મોકલવા પડશે.

જો સાત દિવસમાં મેસેજ ન વાંચ્યા હોય તો?
જો કોઈ યુઝર મોકલેલા મેસેજને સાત દિવસની અંદર ઓપન ન કરે તો પણ મોકલેલા મેસેજ એટલે કે અનરીડ મેસેજ ડિલીટ થઈ જશે. જો કે, તે મેસેજ બહાર ડિસ્પ્લે થશે પરંતુ જ્યારે તે ચેટને ઓપન કરીને મેસેજ વાંચવાનો પ્રયત્ન કરશે તો તે મેસેજ તેને વાંચવા નહીં મળે. આ મેસેજને યુઝર માત્ર નોટિફિકેશનમાં પ્રિવ્યૂ તરીકે જ જોઈ શકશે.

ફીચર એનેબલ-ડિસેબલ કરવાની પ્રોસેસ

·         સૌપ્રથમ વ્હોટ્સએપ ચેટમાં એ કોન્ટેક્ટનું નામ ટાઇપ કરો જેના માટે તમે આ ફીચર યુઝ કરવા માગો છો.

·         હવે ડિસઅપિયરિંગ મેસેજ ઓપ્શન સિલેક્ટ કરો, પ્રોમ્પ્ટ આવવા પર કન્ટિન્યૂ પર ટેપ કરો.

·         હવે તમે On/ Off ઓપ્શન સિલેક્ટ કરી શકશો.

હેલ્પ માટે વ્હોટ્સએપ સાઇટ પર મદદ લો
FAQ
પેજ પર આપવામાં આવેલી માહિતી ઉપરાંત, જો તમને આ ફીચર સંબંધિત માહિતી જોઈતી હોય તો આ માટે વ્હોટ્સએપે તેની સાઇટ પર કેટલાક હેલ્પ પેજ પણ બનાવ્યા છે. અહીંથી યુઝર્સ જાણી શકશે કે કેવી રીતે તેઓ સ્ટેપ-ટૂ-સ્ટેપ ફોલો કરીને કોઈ નવું ફીચર એનેબલ કરી શકે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post