• Home
  • News
  • અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી:ટ્રમ્પ મીડિયાનો ઉપયોગ પોતાના ફાયદા માટે કરે છે, મુશ્કેલ સવાલ કરનાર ચેનલને ઈન્ટરવ્યૂ આપવાનું ટાળે છે
post

પોતાના કાર્યકાળમાં ટ્રમ્પે ફોક્સ ન્યૂઝને લગભગ 100 ઈન્ટરવ્યૂ આપ્યા. જ્યારે બીજા નેટવર્ક્સને ઘણા ઓછા આપ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-12 12:21:44

કોરોના પોઝિટિવ થયા અને પછી કથિત રીતે રિકવર થયા બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલો ઓન કેમેરા ઈન્ટરવ્યૂ આપ્યો. જે માટે તેઓએ પોતાની પસંદગી કરી. ફોક્સ ન્યૂઝના ડોકટર માર્ક સીગલ. સીગલ તે જ વ્યક્તિ છે જેઓએ ડેમોક્રેટ ગવર્નર્સની સ્કૂલ બંધ કરાવવા માટે નિંદા કરી હતી. સાથે જ એમ પણ કહ્યું હતું કે રાષ્ટ્રપતિની દેખરેખ દેશના સૌથી મોટી ઈન્ફેક્શન ડિસીઝ એક્સપર્ટ ડોકટર એન્થોની ફૌસી કરી રહ્યાં છે. અને સીગલને જે કામ સોંપવામાં આવ્યું હતું, તેમાં તેને નિરાશ પણ ન કર્યા.

મુશ્કેલ સવાલથી બચવાના પ્રયાસ
રાષ્ટ્રપતિ કન્ઝર્વેટિવ મીડિયાનો ઘણો જ સારો ઉપયોગ કરે છે, કે જેથી તેમને મુશ્કેલી સવાલ ન પૂછવામાં આવે. તેથી, પોતાની પસંદગીના જર્નાલિસ્ટ્સની પસંદગી કરે છે. જે અઘરા સવાલ પૂછી શકે છે, તેવા પત્રકારોને દૂર રાખવામાં આવી રહ્યાં છે. કેમકે, મુશ્કેલ સવાલ તેમની પરેશાની વધારી શકે છે. તેઓ ડિફેન્સિવ નહીં પરંતુ એટેકિંગ એપ્રોચ રાખવા માગે છે ઠીક તેવી જ રીતે જેમ તેઓએ પહેલી પ્રેસિડેન્સિયલ ડિબેટમાં કર્યુ હતું. આ પ્રયાસની મદદથી તેઓ વોટર્સને કંઈક ખાસ મેસેજ આપવા માગે છે કે જેઓ તેમની વાતમાં આવી શકે છે. રાષ્ટ્રપતિ તરીકે આ એટલા માટે પણ જરૂરી છે કે કેમકે ચૂંટણીમાં માત્ર ત્રણ અઠવાડિયા જ બાકી છે.

બીજી ડિબેટથી બચી ગયા ટ્રમ્પ
કમિશન ફોર પ્રેસિડેન્શિયલ ડિબેટ દ્વારા બીજી ચર્ચા વર્ચ્યુઅલ કરવાની સલાહ આપી હતી. પરંતુ, ટ્રમ્પ તેને માનવા તૈયાર ન હતા. રિપબ્લિકન પાર્ટીના સલાહકાર એલેક્સ કોનેન્ટ કહે છે કે- ટ્રમ્પ 10 ચર્ચાઓમાં ભાગ લેવા તૈયાર છે. તેઓ લોકો સાથે ભાવનાત્મક રીત જોડાવવા માગે છે. ડિબેટને કેટલાંક લોકો ચૂંટણી રણનીતિથી જોડવા માગે છે. જ્યારે, ટ્રમ્પ માટે આ ભાવનાત્મક મુદ્દો છે. અમારી સામે 2016નું ઉદાહરણ છે. કેટલાંક લોકો ઈચ્છતા હતા કે હિલેરી ક્લિન્ટનને મહિલા થવાનો ફાયદો મળ્યો. હોલીવુડથી પણ તેઓને સમર્થન મળી રહ્યું હતું.

આ ટ્રમ્પની રણનીતિ છે
ટ્રમ્પ મીડિયાનો ઉપયોગ કરવાનું જાણે છે. તે મીડિયાને ખાસ કરીને જે તેમનો પક્ષ લે છે. તેમના દ્વારા તે વોટર્સના એક ખાસ હિસ્સા સુધી પહોંચવાનું જાણે છે. શનિવારે મિસ્ટર લિમ્બોગને જે ટ્રમ્પે રેડિયો ઈન્ટરવ્યૂ આપ્યું તેના ઈશારાથી સ્પષ્ટ રીતે સમજી શકાય છે. ટ્રમ્પ અને લિમ્બોગ બન્ને સ્પષ્ટ કરવા માગતા હતા કે વ્હાઈટ હાઉસમાં રહેવા માટે ટ્રમ્પ સૌથી યોગ્ય વ્યક્ત છે. ટ્રમ્પે બાઈડન, હિલેરી ક્લિન્ટન અને FBIના પૂર્વ ડાયરેક્ટર્સ જેમ્સ કોમેની વાતોને ફગાવી છે.

નોબેલ માટે પંસદ ન થવા અંગે દુઃખ
ટ્રમ્પને એ વાતની ફરિયાદ અને દુઃખ છે કે આ વર્ષે તેમને નોબેલ શાંતિ પુરસ્કાર માટે પંસદ કેમ ન કરાયા. જેના માટે તેમને મેનસ્ટ્રીમ અથવા એવી મીડિયાને દોષી ઠેરવી છે જે તેમને મુશ્કેલ સવાલો કરે છે. ટ્રમ્પે કહ્યું કે, હું ગમે તેટલું સારું કામ કરી લઉં(મેનસ્ટ્રીમ મીડિયા)તેમને કવરેજ નથી આપતા. જો કે, ટ્રમ્પ એ મીડિયાનો ઉપયોગ કરવા માંગે છે અને કરી પણ રહ્યા છે જે તેમને મનફાવે તેમન કવરેજ આપી શકે.

કોઈ સવાલનો સ્પષ્ટ જવાબ નહીં
ટ્રમ્પને એક સવાલ પુછવામાં આવ્યો હતો કે શું તમારો ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવી ચુક્યો છે? આ અંગે તેમનો જવાબ સાંભળો. રાષ્ટ્રપતિએ કહ્યુંકે, હું જાણું છું કે મારું સ્વાસ્થ્ય કેવું છે અને ક્યારે સારું થશે. આ સવાલ હેનિટીના પ્રોગ્રામમાં પુછવામાં આવ્યો હતો. લગભગ 50 લાખ લોકોએ તેને જોયો હતો. ટ્રમ્પ પોતાના વિરોધીઓને ખોટા ગણાવી રહ્યા છે. ટ્રમ્પે એ વાતનો પણ સ્પષ્ટ ઈન્કાર કરી દીધો કે તેમણે ક્યારેય અમેરિકન્સ સૈનિકોને પરાજિત યોદ્ધા નથી કહ્યા.

પોતાના કાર્યકાળમાં ટ્રમ્પે ફોક્સ ન્યૂઝને લગભગ 100 ઈન્ટરવ્યૂ આપ્યા. જ્યારે બીજા નેટવર્ક્સને ઘણા ઓછા આપ્યા. ડોક્ટર સીગલે શનિવારે તેમણે જે ઈન્ટરવ્યૂ આપ્યું એ પણ લાઈવ ટેલિકાસ્ટ કરવામાં નહોતું આવ્યું. સીગલે સ્ટુડિયોને સવાલ પુછ્યાં. જવાબ વ્હાઈટ હાઉસમાં લાગેલા રિમોટ કંટ્રોલ્ડ કેમેરા દ્વારા મળ્યા. ડોક્ટર સીગલ મેનહટ્ટનમાં ઈન્ટરનલ મેડિસિનના એક્સપર્ટ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post