• Home
  • News
  • ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં ભયનો માહોલ બનાવ્યો, માસ્કની મજાક ઉડાવી, એટલે ચેપ નજરઅંદાજ કરાયો
post

અમેરિકાના રાષ્ટ્રપતિની ઓફિસમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સહિત અન્ય સુરક્ષા ઉપાયોના બદલે દરરોજ રેપિડ ટેસ્ટિંગ પર ભાર

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-05 09:17:04

એક તરફ સદીની સૌથી ભયાનક મહામારીથી અમેરિકા ગંભીર રીતે પ્રભાવિત હતું. બીજી તરફ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ઓફિસ વ્હાઈટ હાઉસમાં બધું જ સામાન્ય હતું. ત્યાં મોટાભાગના લોકો માસ્ક પહેરતા ન હતા. ગણતરીના અધિકારી જ માસ્ક પહેરતા હતા, જેમનો પણ મજાક ઉડાવાતો. ખુદ ટ્રમ્પ માસ્કને નબળાઈ માનતા હતા. ગયા સપ્તાહે ટ્રમ્પ અને તેમનાં પત્ની મેલેનિયાનો વાસ્તવિક્તા સાથે સામનો થઈ ગયો. આ બંને ઉપરાંત વ્હાઈટ હાઉસના અનેક અધિકારી કોરોના સંક્રમિત મળ્યા. આ સ્થિતિમાં પણ ટ્રમ્પ અંગે વિરોધાભાસી માહિતી બહાર આવી રહી છે. ટ્રમ્પે ખુદ દાવો કર્યો છે કે, તેમની તબિયત સારી છે, જ્યારે કે તેમની હાલત ગંભીર હોવાની વાત બહાર આવી છે.

તંત્રના એક અધિકારીએ કહ્યું કે, અનેક વખત રાષ્ટ્રપતિ બેઠકોમાં માસ્ક પહેરનારાને તેને ઉતારી દેવાનું કહેતા હતા. કોરોના વાઈરસ ટાસ્ક ફોર્સના સભ્ય ઓલિવિયા ટ્રોય કહે છે, માસ્ક પહેરેલા લોકોને હલકી નજરે દેખાતા હતા. ટ્રોય ઓગસ્ટમાં રાજીનામું આપીને ડેમોક્રેટિક ઉમેદવાર જો બિડેન સાથે જોડાઈ ચુક્યા છે. રાષ્ટ્રપતિની ઓફિસમાં સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક જેવા સુરક્ષાના ઉપાયોનો વિકલ્પ દરરોજ સવારે આવતા લોકોનો રેપિડ વાઈરસ ટેસ્ટ માની લેવાયો હતો.

ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં ઉપરથી નીચે સુધી ભયનો માહોલ બનાવી રાખ્યો હતો. અધિકારી કહેતા હતા, જો તમે બોસને ખુશ રાખવા માગો છો તો માસ્ક ઘરે મુકીને આવે. માર્ચમાં લૉકડાઉન પછી જ ટ્રમ્પ વાઈરસના જોખમને ઓછું આંકતા હતા. તેમને પોતાની ચૂંટણીની ચિંતા વધુ હતી. એટલે જ રાષ્ટ્રપતિએ સ્કૂલ, ચર્ચ અને વેપાર ઝડપથી શરૂ કરવા સતત દબાણ બનાવ્યું. ડિસીઝ કન્ટ્રોલ પ્રિવેન્શન સેન્ટર્સ પર વાઈરસના જોખમને ઓછું જણાવવા કહેવાયું. જોકે, ટ્રમ્પ પોતે દિવસમાં અનેક વખત ટેસ્ટ કરાવતા હતા.

વ્હાઈટ હાઉસમાં કેટલાક લોકોના સંક્રમિત થયા પછી, જૂનમાં ત્યાં આવનારા લોકોના તાપમાનને તપાસવાનું પણ બંધ કરી દેવાયું. રાષ્ટ્રપતિને દરરોજ મળનારા આસિસ્ટન્ટનો રોજ ટેસ્ટ થતો. માસ્કના દર્શન તો દુર્લભ હતા. આવું જ વલણ સરકારના કેટલાક અન્ય વિભાગોમાં પણ જોવા મળ્યું.

શુક્રવારે પણ ટ્રમ્પ અને મેલેનિયાના સંક્રમિત થયાના સમાચાર આવ્યાના કેટલાક કલાક પછી વ્હાઈટ હાઉસમાં બધું જ સામાન્ય હોવાનો અહેસાસ કરાવાયો હતો. રાષ્ટ્રપતિના ચીફ ઓફ સ્ટાફ માર્ક મીડોઝે પત્રકારોને કહ્યું કે, આપણે સારું કામ કર્યું છે. કમનસીબે આજે લોકોનું ધ્યાન તેના તરફ નથી. રાષ્ટ્રપતિના સંપર્કમાં રહેનારા મીડોઝ એ દિવસે પણ માસ્ક પહેર્યા વગર જ ઓફિસમાં આવ્યા હતા. તેમણે કહ્યું કે, મારો ટેસ્ટ નેગેટિવ છે, એટલે માસ્કની જરૂર નથી.

રાષ્ટ્રપતિના આર્થિક સલાહકાર કેવિન હેસેટે મેમાં વ્હાઈટ હાઉસના અલિખિત નિયમ તોડ્યા હતા. તેમણે એક ટીવી ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, તેમને ઓફિસમાં જવાનો ડર લાગે છે. હું વ્હાઈટ હાઉસમાં જવાને બદલે ઘરે રહીને વધુ સુરક્ષિત છું. હેસેટે ત્યાર પછી રાજીનામું આપી દીધું હતું. તેમણે શુક્રવારે સીએનએનને જણાવ્યું કે, એ સમયે જાહેરમાં ચિંતા વ્યક્ત કરવા અંગે મારી ટીકા થતી હતી.

ટ્રમ્પનો જમાઈ કહેતો હતો કે વાઈરસ મોતની સજા નથી
વાઈરસના જોખમો પર આસિસટન્ટમાં પણ મતભેદ હતા. ટ્રમ્પના જમાઈ અને વરિષ્ઠ સલાહકાર જેરિડ કુશનેર અને વ્હાઈટ હાઉસના સોશિયલ મીડિયા ડિરેક્ટર ડેન સ્કેવિનો બિલકૂલ પણ ચિંતિત ન હતા. તે ટેસ્ટિંગના કારણે ખુદને સુરક્ષિત માનતા હતા. કહેતા હતા, વાઈરસ મોતની સજા નથી. અધિકારીઓએ કહ્યું કે, ટ્રમ્પના નજીકના સલાહકાર હિક્સ વધુ ચિંતિત હતાં. હિક્સ પણ સંક્રમિત છે. તે વધુ સાવચેતી રાખતાં હતાં. બેઠકોમાં અનેક વખત માસ્ક પહેરતા હતા. વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવ કેલી મેકઈનેનીએ ટ્રમ્પની હાજરીમાં ક્યારેય માસ્ક પહેર્યું ન હતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post