• Home
  • News
  • ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના સમર્થકોને સજાથી બચાવી રહ્યા છે, જેમાં કેટલીક બાબતોનો રાષ્ટ્રપતિ સાથે સીધો સંબંધ
post

અમેરિકાના રાષ્ટ્રપતિ પોતાના ફાયદા માટે દેશની કાયદો-વ્યવસ્થા સાથે કરી રહ્યા છે છેડ-છાડ

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-13 10:53:50

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સતત પોતાનાં મિત્રો અને સમર્થકોની સજા માફ કરી રહ્યા છે. આ કડીમાં નવું નામ રોજર સ્ટોનનું ઉમેરાયું છે. તેમણે ટ્રમ્પના 2016ના ચૂંટણી અભિયાન અને રશિયા વચ્ચેના સંબંધોની સંસદીય તપાસમાં રાષ્ટ્રપતિ પ્રત્યે વફાદારીનું જાહેરમાં સમર્થન કર્યું હતું. સ્ટોને થોડા દિવસ પછી 40 મહિનાની જેલની સજા ભોગવવાની હતી. તેમને કેન્દ્ર સરકારની તપાસ એજન્સીઓ સમક્ષ જૂઠ્ઠું બોલવા, એક સાક્ષીને ગેરમાર્ગે દોરવા અને સંસદની તપાસમાં અવરોધ પેદા કરવા સહિતના 7 ગંભીર અપરાધો માટે સજા ફટકારાઈ હતી. 

ડેમોક્રેટિક પાર્ટીએ સજા માફીની ટીકા કરી છે. સ્ટોને કોર્ટ અને સોશિયલ મીડિયા પર સજા માફી માટે અભિયાન ચલાવ્યું હતું. સ્ટોન સહિત ટ્રમ્પે એવા લોકોની સજા માફ કરી છે, જેમની સાથે તેમના વ્યક્તિગત સંબંધ છે કે જે પરિવાર કે મિત્રોના માધ્યમથી તેમની સાથે જોડાયેલા છે. એવા લોકોને માફી મળી છે જે વિદેશથી આવેલા લોકો અને અન્ય અનુદારવાદી વિચારોના સમર્થક છે. કાયદા વિભાગ અનુસાર ટ્રમ્પે 11 લોકોની સજા માફ કરી છે. તેમને માફી માટે 7786 અરજીઓ મળી છે. જોકે, આ બાબતે તે પોતાના પૂર્વ રાષ્ટ્રપતિ ઓબામાથી પાછળ છે, જેમણે 1715 લોકોને માફ કર્યા હતા. રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશે 11 લોકોને માફ કર્યા હતા. સુપ્રીમ કોર્ટનો ચૂકાદો છે કે, બંધારણે રાષ્ટ્રપતિને માફી માટે અમર્યાદિત અધિકાર આપ્યા છે. 

ટ્રમ્પ દ્વારા સજા માફી કે સજા ઓછી કરવાના કેટલાક ઉદાહરણ અહીં આપ્યા છે. રાષ્ટ્રપતિએ સૌથી પહેલા 2017માં બીજા દેશોમાંથી આવેલા લોકોનો વિરોધ કરનારા જો અર્પિયોને માફી આપી હતી. અર્પિયો મેરોકોપા, કાઉન્ટી, એરિઝોનાના પાંચ વખત શેરિફ ચૂંટાયા છે. તેમના પર શંકાના આધારે અપ્રવાસીઓની ધરપકડ કરવી અને કોર્ટના અપમાનનો આરોપ છે. ટ્રમ્પે ઈમિગ્રન્ટ્સના વિરોધને પોતાનો મુખ્ય મુદ્દો બનાવ્યો છે. રાષ્ટ્રપતિએ 2019માં પોતાના મિત્ર અને પૂર્વ અખબાર માલિક કોનરાડ બ્લેકની 12 વર્ષની સજા સંપૂર્ણ માફ કરી હતી. 

ઈલિનોયના પૂર્વ ગવર્નર રોડ બ્લાગોજેવિચ જેને ઓબામા દ્વારા રાષ્ટ્રપતિ ચૂંટાયા પછી ખાલી સેનેટની સીટ વેચવાનો પ્રયાસ માટે 2011માં 14 વર્ષની સજા થઈ હતી. તેમણે 2010માં ટ્રમ્પના રિયાલિટી ટીવી શોમાં ભાગ લીધો હતો. 2014માં ગેરકાયદે રીતે ચૂંટણી ફંડ આપવાનો ગુનો સ્વીકારનારા ફિલ્મ નિર્માતા દિનેશ ડિસોઝાને પણ રાષ્ટ્રપતિની માફી મળી છે. તેઓ પોતાની સજાનું કારણ ઓબામાનો વિરોધ જણાવે છે. ડિસોઝાનો આરોપ છે કે, મેં ઓબામા પર એક ફિલ્મ બનાવી હતી, આથી તેઓ મારાથી નારાજ હતા. 

માફી મેળવનારી મહિલાનો ચૂંટણીમાં ઉપયોગ
માફી મેળવનારા લોકોમાં યુદ્ધ અપરાધો માટે સજા પ્રાપ્ત ત્રણ સૈનિક અધિકારી, ન્યૂયોર્કના પૂર્વ પોલિસ કમિશનર, પ્રથમ અશ્વેત હેવીવેઈટ બોક્સિંગ ચેમ્પિયન જેક જોસનનો પણ સમાવેશ થાય છે. જેકને ફિલ્મસ્ટાર સિલ્વેસ્ટાર સ્ટેલોનની ભલામણ પર ટ્રમ્પે માફ કર્યો હતો. આ જ રીતે કોકોઈન રાખવા માટે આજીવન સજા કાપી રહેલી એલિસ મેરી જોનસનને ટીવી સ્ટાર કિમ કિર્દિશિયાંની ભલામણ પર માફી મળી છે. હવે અશ્વેત મતદારોને રાજી કરવા ટ્રમ્પ ચૂંટણી પ્રચારમાં મેરી જોનસનનો ઉપયોગ કરી રહ્યા છે. લેખક અને ટીવી સ્ટાર એન્જેલા સ્ટેન્ટને માફી મળતાં પહેલા એક ઈન્ટરવ્યૂમાં ટ્રમ્પના સમર્થનની જાહેરાત કરી હતી. 

 

adv

Related News

post
post
post
post
post
post
post