• Home
  • News
  • અમેરિકન રાષ્ટ્રપતિના નિવેદન અંગે વિવાદ:અમેરિકન મેગેઝિનનો દાવો- ટ્રમ્પે શહીદ સૈનિકોને લુઝર્સ કહ્યાં; બાઈડને કહ્યું- મારો દીકરો ઈરાકમાં તહેનાત રહ્યો, તે હાર્યો ન હતો
post

એટલાન્ટિક મેગેઝિનના દાવાને ડોનાલ્ડ ટ્રમ્પે ફગાવ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-05 16:53:49

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે નવી મુશ્કેલીઓ ઊભી થઈ ગઈ છે. એટલાન્ટિક મેગેઝિન પ્રમાણે, ટ્રમ્પે યુદ્ધમાં શહીદ થયેલા જવાનોને લુઝર્સ(પરાજિત થયેલા)કહ્યા છે. ટ્રમ્પ પોતાને લાંબા સમયથી આર્મ્ડ ફોર્સિસના ચેમ્પિયન ગણાવે છે. તેમણે સેનાને ફરી મજબૂત કરવાનો દાવો પણ કર્યો છે. પરંતુ સૈનિકો માટે કથિત રીતે પરાજિત શબ્દનો ઉપયોગ કર્યા પછી હવે તેમને ડેમોક્રેટ્સ અને અન્ય વિરોધીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

બાઈડને કહ્યું- કારકિર્દીમાં ક્યારેય આટલો નિરાશ નથી થયો
ડેમોક્રિટક ઉમેદવાર જો બાઈડને પણ ટ્રમ્પની ટિકા કરી છે.તેમણે કહ્યું- મારો દીકરો બીયૂ બાઈડન ઈરાકમાં તહેનાત હતો. એ તો હાર્યો ન હતો. 2015માં તેનું બ્રેઈન કેન્સરથી મોત થયું હતું. તમને કેવું લાગતું જો તમારો દીકરો હાલ અફઘાનિસ્તાનમાં હોત. જો તમે દીકરા, દીકરી પતિ અથવા પત્નીને જુઓ તો કેવું લાગશે? બાઈડને ટ્રમ્પના નિવેદનને અપમાનજનક, બિનઅમેરિકન અને ખોટું ગણાવ્યું. તેમણે કહ્યું કે, હું કારકિર્દીમાં આટલો નિરાશ ક્યારેય નથી થયો.

ટ્રમ્પે કહ્યું- આવું નિવેદન ક્યારે નથી આપ્યું, સૈનિક સાચા હીરો
બીજી બાજુ ટ્રમ્પ ડેમેજ કંટ્રોલનો પ્રયાસ કરી રહ્યા છે. તેમના જણાવ્યા પ્રમાણે, સૈનિકો માટે લુઝર વાળું નિવેદન ક્યારેય નથી આપ્યું. અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું કે, આ ખોટી કહાની છે, લોકો આ પ્રકારના આરોપ કેવી રીતે લગાવી શકે છે. મારા માટે સૈનિક રિયલ હીરો છે. જો કે, આ દરમિયાન તેમણે એક પૂર્વ મિલેટ્રી અધિકારી જોન એફ. કૈલી પર નિશાન સાધ્યું. કૈલી વ્હાઈટ હાઉસમાં ચીફ ઓફ સ્ટાફ રહી ચુક્યા છે. કૈલી અંગે ટ્રમ્પે કહ્યું કે, તે યોગ્ય ન હતા, સારું કામ પણ નથી કર્યું. એટલા માટે મેં તેમને કાઢી મૂક્યા હતા.

એટલાન્ટિક મેગેઝિને શું લખ્યું?
એટલાન્ટિક મેગેઝિનના રિપોર્ટ પ્રમાણે, ટ્રમ્પ 2018માં ફ્રાન્સ ગયા હતા. આ દરમિયાન તેમણે વર્લ્ડ વોર-1માં શહીદ થયેલા સૈનિકોના સ્મારક પર જવાનો ઈન્કાર કરી દીધો હતો. ત્યારે વરસાદ પણ પડી રહ્યો હતો. મેગેઝિનનો આરોપ છે કે ત્યારે ટ્રમ્પે એક અધિકારીને કહ્યું હતું કે, હું શા માટે એ સ્મારક પર જાઉં? ત્યાં તો લુઝર્સ(હારેલા કે પરાજિત થયેલા લોકો) છે. આ દરમિયાન માત્ર ચાર લોકો જ હાજર હતા. જો કે, રિપોર્ટમાં તેમના નામ જણાવાયા નથી.

સેનાના સ્ટાર એન્ડ સ્ટ્રાઈપ્સછાપા બંધ નહીં થાય
મિલેટ્રી ટાઈમ્સના નવા પોલ પ્રમાણે, સૈનિકોમાં બાઈડન(41%)ટ્રમ્પ (37%) કરતા આગળ છે. જેને જોતા રાષ્ટ્રપતિ ટ્રમ્પે તાત્કાલિક સેના સાથે ચાલી રહેલા મુદ્દાઓનું સમાધાન કરવાનો પ્રયાસ કર્યો છે. તેમણે જાહેરાત કરી છે કે તે મિલેટ્રીના ઈન્ડિપેન્ડેન્ટ ન્યૂઝપેપર સ્ટાર એન્ડ સ્ટ્રાઈપ્સનું ફંડિંગ ખતમ નહીં કરે.

ટ્રમ્પે કહ્યું કે, આ સામાચાર સેનાને માહિતી આપતા રહેશે. ટેબ્લોયડ આકારનું આ પેપર 1860થી ચાલી રહ્યું છે.ટ્રમ્પની આ જાહેરાત એટલા માટે મહત્વની થઈ જાય છે કારણ કે અમેરિકન રક્ષા વિભાગ પેન્ટાગને છાપાને 30 સપ્ટેમ્બર સુધી બંધ કરવાનો આદેશ આપ્યો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post