• Home
  • News
  • ઝટકો:'મોદીમિત્ર' ટ્રમ્પે અન્ય દેશોનાં ટેલેન્ટેડ કર્મચારીને અપાતા H-1B વિઝા ઘટાડ્યા, ભારતીય IT પ્રોફેશનલ્સ માટે નુકસાનકારક નિર્ણય
post

કોરોનાની મહામારી વચ્ચે નવી નોકરીઓને ધ્યાનમાં રાખતા આ પગલાં લેવામાં આવ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-08 11:42:42

ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે H-1B વિઝાને લઈને નવા નિયમ બહાર પાડ્યા છે. હોમલેન્ડ સિક્યુરિટી ડિપાર્ટમેન્ટે મંગળવારે H-1B વિઝા પર એક નવું નિયમન જાહેર કર્યું છે. ટ્રમ્પ સરકારે અન્ય દેશોના ટેલેન્ટેડ કર્મચારીઓને આપવામાં આવતા વિઝાની સંખ્યાને ઘટાડવાની યોજનાની જાહેરાત કરી છે.

H-1B વિઝા મેળવવામાં 70% ભારતીયો હોય છે
અધિકારીઓનાં જણાવ્યા પ્રમાણે, કોરોના મહામારીના કારણે નવી નોકરીઓને ધ્યાનમાં રાખતા આ પગલાં ભરવામાં આવ્યા છે. ટ્રમ્પના આ નવા આદેશ બાદ ભારતીય આઇટી કંપનીઓને ઝટકો લાગી શકે છે. જો કે આ નિયમ અમેરિકન કર્મચારીઓ માટે રાહતભર્યો રહેશે. આપને જણાવીએ કે અમેરિકા દર વર્ષે 85000 H-1B વિઝા આપે છે

H-1B વિઝા દ્વારા નોકરી કરવા માટે વિદેશી ટેલેન્ટેડ કર્મચારીઓ અમેરિકા જાય છે. આંકડા અનુસાર, અમેરિકા જેટલા પણ લોકોને H-1B વિઝા આપે છે તેમના70% વિઝા ભારતીય પ્રોફેશનલ્સને આપવામાં આવે છે. આ મામલે ભારત બાદ ચીન બીજા નંબરે છે.

શું છે H-1B વિઝા?
H-1B
વિઝા બિન-સ્થળાંતરિત વિઝા છે. અમેરિકન કંપનીઓ આના દ્વારા અન્ય દેશોના ટેકનિકલ એક્સપર્ટની નિમણૂંક કરે છે. નિમણૂંક બાદ સરકાર સમક્ષ આ લોકો માટે H-1B વિઝા માંગવામાં આવે છે. અમેરિકાની મોટાભાગની આઇટી કંપનીઓ દર વર્ષે ભારત અને ચીન જેવા દેશોમાંથી લાખો કર્મચારીઓનીનિમણૂંક આ વિઝા દ્વારા કરે છે.

નિયમો અનુસાર, જો કોઈ H-1B વિઝાધારકનું કંપનીએ તેની સાથેનો કોન્ટ્રાક્ટ પૂર્ણ કરી લીધો છે તો વિઝા સ્ટેટસ જાળવી રાખવા માટે તેને 60 દિવસની અંદર બીજી કંપનીમાં નોકરી મેળવી લેવાની રહેશે. યુએસસીઆઇએસ મુજબ, H-1B વિઝાના સૌથી વધુ લાભાર્થી ભારતીયો જ છે.

લેબર ડિપાર્ટમેન્ટના નિયમો આજથી લાગુ થઈ શકે છે
લઘુતમ વેતનની જરૂરિયાતો માટે શ્રમ વિભાગના સુધારા ગુરુવારથી લાગુ થવાની શક્યતા છે. ડીએચએસના એચ-1બી ફેરફારો પણ 60 દિવસમાં આવી જશે. અમેરિકન લેબર ડિપાર્ટમેન્ટના જણાવ્યાનુસાર, જ્યારે એચ-1બી, એચ-1બી1 કે ઈ-3 વિઝા માટે માંગ કરાય છે, ત્યારે અમેરિકન એમ્પ્લોયરે એ નક્કી કરવું પડશે કે, તેઓ અધિકૃત રોજગારીના સમયગાળા દરમિયાન નોન-ઈમિગ્રન્ટ વર્કરોને ચુકવણી કરશે.

વિઝાધારકોએ કહ્યું- અમને આશ્ચર્ય નથી થયું, આ નિર્ણય ટ્રમ્પની તરફેણમાં ગેમચેન્જર બનશે
ન્યૂયોર્કમાં જેપી મોર્ગન સાઈટ પર હાજર એક એચ-1બી વિઝાધારકે કહ્યું કે, જો ટ્રમ્પ સરકારે આ જાહેરાત ના કરી હોત, તો અમને આશ્ચર્ય થાત! આ નિર્ણય ટ્રમ્પની તરફેણમાં ગેમચેન્જર સાબિત થઈ શકે છે.અનેક એચ-1બી વિઝાધારકોનું આવું માનવું છે. ટ્રમ્પ પહેલેથી જ અમેરિકનોને નોકરી આપવાનો નારો બુલંદ રીતે ઉઠાવતા આવ્યા છે. આ નિર્ણય પછી અમેરિકન લેબર ડિપાર્ટમેન્ટ, યુએસસીઆઈએસ અને ડીએચએસનું કામ વધી ગયું છે કારણ કે, તેઓ જ એચ-1બી વિઝાધારકો વચ્ચેનું સંકલન સંભાળે છે અને તેમના પર દેખરેખ રાખે છે.

કંપની સાથે કોન્ટ્રાક્ટ ખતમ થશે, તો 60 દિવસમાં નવી નોકરી શોધવી પડશે
જો કોઈ એચ-1બી વિઝાધારક વ્યક્તિની કંપની તેની સાથેનો કોન્ટ્રાક્ટ ખતમ કરશે, તો વિઝા સ્ટેટસ ચાલુ રાખવા માટે તે વ્યક્તિએ 60 દિવસમાં નવી નોકરી શોધી લેવી પડશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post