• Home
  • News
  • ડોનાલ્ડ ટ્રમ્પનો ચીન પર ચૂંટણીલક્ષી દાવ, કહ્યું- કોરોનાને કુંગ ફ્લૂ કહી શકાય
post

રાષ્ટ્રપતિ ટ્રમ્પે તેમના ગઢ ઓક્લાહોમાથી ચૂંટણી પ્રચાર અભિયાનનો આરંભ કર્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-22 09:56:59

વોશિંગ્ટન: અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના ગઢ ઓક્લાહોમાથી ચૂંટણી પ્રચારનો આરંભ કર્યો હતો. આ પહેલી રેલીમાં ટ્રમ્પને ચીનને ચૂંટણીનો મુદ્દો બનાવ્યો. તેમણે કહ્યું કે કોરોનાની બીમારીને 19 નામ આપી શકાય છે. આપણે તેને કુંગ ફ્લૂ કહી શકીએ છીએ. ખરેખર કુંગ ફ્લૂ શબ્દ ચીની માર્શલ આર્ટ કુંગ ફૂથી મળી આવે છે.

ટ્રમ્પે હરીફ ડેમોક્રેટિક પાર્ટી ઉમેદવાર જો બિડેન સામે નિશાન તાકતાં કહ્યું કે બિડેન કટ્ટરપંથી ડાબેરી સમૂહની નિ:સહાય કઠપૂતળી છે. આ સમૂહ અમને રોકવા માટે દરરોજ હિંસા, ઉત્પાત અને લૂંટફાટ કરી રહ્યું છે. રમખાણકારોને ફન્ડિંગ કરી રહ્યું છે. સ્મારકો, પ્રતિમાઓને ઉખાડી આપણા ઈતિહાસને નષ્ટ કરવા ઈચ્છે છે. તે એવી દરેક વ્યક્તિને દંડિત કરવા માગે છે જે તેની માગ સાથે સંમત નથી. 

સ્ટેડિયમ લાઈવ : 100 મિનિટનું ભાષણ, સમર્થકોએ ડિસ્ટન્સિંગનો ભંગ કર્યો
ટ્રમ્પે ઓક્લાહોમાના ટુલસા શહેરમાં ઈન્ડોર સ્ટેડિયમમાં આશરે 100 મિનિટ ભાષણ આપ્યું. સ્ટેડિયમમાં મોટાભાગના લોકોએ માસ્ક નહોતા પહેર્યા. તે સોશિયલ ડિસ્ટન્સનું પાલન પણ નહોતા કરી રહ્યાં. સાવચેતીરૂપે પોલીસે સ્ટેડિયમમાં ઘૂસતાં પહેલાં લોકોના તાપમાન ચેક કર્યા હતા. રેલી પૂર્વે ટ્રમ્પના અભિયાન સાથે સંકળાયેલા 6 લોકો કોરોના ચેપગ્રસ્ત મળ્યા હતા. રેલીમાં એક યુવક બેભાન થઇ ગયો હતો. ટ્રમ્પે ભાષણ અટકાવી ડૉક્ટર બોલાવવા કહ્યું. સ્ટેડિયમની બહાર દેખાવ કરી રહેલી એક વ્યક્તિની પોલીસે ધરપકડ કરી હતી. તેની ટી-શર્ટ પર લખ્યું હતું કે આઈ કાન્ટ બ્રીદ. આ શબ્દ દુનિયાભરમાં રંગભેદ વિરોધી દેખાવનો પ્રતીક બની ચૂક્યો છે.  

વિવાદ : ટ્રમ્પે પોતાના વકીલોની તપાસ કરી રહેલા ફેડરલ પ્રોસિક્યૂટરને હટાવ્યાં
ટ્રમ્પે મેનહેટ્ટનના ફેડરલ પ્રોસિક્યૂટર જોફ્રી એસ.બરમનને બરતરફ કરી દીધા છે. આ પગલાથી દેશના મુખ્ય કાયદાકીય અમલીકરણ અધિકારી અને એટોર્ની જનરલ વિલિયમ બર વચ્ચે તણાવ વધ્યો છે. ટ્રમ્પના સહયોગીઓ સંબંધિત તપાસ બરમનની ટીમ જ કરી રહી હતી. તેમાં ટ્રમ્પના ખાનગી વકીલ રુડી ગિયુલિયાની અને માઈકલ કોહેન સામેલ છે. રુડી અને કોહેનને બિઝનેસ ડીલિંગ સંબંધિત તપાસ થઈ રહી છે. કોહેન ટ્રમ્પના ગત વખતના ચૂંટણી પ્રચાર અભિયાન અંગે સંસદ સમક્ષ જૂઠ બોલવાના દોષમાં ત્રણ વર્ષની સજા ભોગવી ચૂક્યો છે. કોહેને કહ્યું હતું કે ટ્રમ્પના કહેવા પર તેણે અનેક લોકોને પૈસા આપ્યા હતા. 

 

adv

Related News

post
post
post
post
post
post
post