• Home
  • News
  • અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી:ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ- ડેમોક્રેટ મેયર્સનાં શહેરોમાં સૌથી વધુ સમસ્યા, અમે ઉકેલીશું
post

અમેરિકાનાં 80 ટકા શહેરોમાં ડેમોક્રેટ મેયર

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-03 11:09:53

અમેરિકાની ચૂંટણીના બે મહિના પૂર્વે રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે ડેમોક્રેટિક શાસિત મોટાં શહેરોના મેયરોને નિશાન બનાવ્યાં છે. તેમણે કહ્યું કે આ શહેરોમાં સૌથી વધુ સમસ્યાઓ છે. અમે તેને ઉકેલીશું. પ્રજા આ શહેરોમાં ડેમોક્રેટિક પાર્ટીથી સત્તા પાછી ખેંચી લે. શું પ્રજા ઈચ્છશે કે ડેમોક્રેટ્સ દેશ ચલાવે. આશરે 80 ટકા શહેરોમાં ડેમોક્રેટિક જ્યારે ફક્ત 20 ટકામાં રિપબ્લિકન મેયર છે.

ટ્રમ્પ અને તેમની પાર્ટીની વાત માનીએ તો અમેરિકામાં ગામ અને નાના શહેરોમાં સમસ્યાઓનાં અન્ય કારણ હોઈ શકે છે પણ મોટાં શહેરોમાં ડેમોક્રેટિક પાર્ટીની નિષ્ક્રિયતાને લીધે સમસ્યાઓ વધી છે. જોકે મિયામી, જેક્સનવિલે અને ફોર્ડ વર્થ જેવાં શહેરોમાં રિપબ્લિકનના મેયર છે પણ ટ્રમ્પે ક્યારેય ત્યાંની સમસ્યાઓનો ઉલ્લેખ નથી કર્યો.

સ્ટડીમાં સામે આવ્યું હતું કે ક્રાઈમ, ટેક્સ પોલિસી, સોશિયલ પોલિસી જેવા મુદ્દાઓ પર બંને પક્ષોના મેયરનો પ્રભાવ ખૂબ જ ઓછો રહે છે. ડેમોક્રેટિક મેયરવાળા કેનોશામાં 23 ઓગસ્ટે એક અશ્વેતને ગોળી વાગી હતી. તેના પછી હિંસા ભડકી. શહેરમાં ઠેર-ઠેર આગચંપી કરાઈ. દેશના રાજકારણમાં કોઇ પણ પાર્ટીના નેતા, ગામની સમસ્યાઓ માટે રિપબ્લિકન કાઉન્ટીના અધિકારીઓને દોષિત ઠેરવતા નથી. ન તો ડેમોક્રેટિક મેયરોને શહેરમાં અપરાધમાં એક ચતૃથાંસના ઘટાડાનો શ્રેય મળે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post