• Home
  • News
  • ઓટોમોબાઇલ:કાર અને ટુ-વ્હિલર વેચાણોમાં સપ્ટેમ્બરમાં ડબલ ડિજિટ ગ્રોથ, નિકાસમાં ધીમો સુધારો
post

મારૂતિના વેચાણોમાં 31 ટકાની આકર્ષક વૃદ્ધિ, નિકાસો 9 ટકા વધી

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-02 12:20:50

કોવિડ-19ના અનલોક પછી પરિસ્થિતિ ધીરે ધીરે થાળે પડવા સાથે કાર અને ટુ-વ્હિલર કંપનીઓના વેચાણોમાં સપ્ટેમ્બર માસમાં ડબલ ડિજિટ વૃદ્ધિ જોવા મળી છે. પરંતુ કોમર્શિયલ વાહનોના વેચાણમાં હજી જોઇએ તેવો વેગ આવ્યો નથી. ટ્રેક્ટરના વેચાણો વધ્યા છે. નિકાસો સ્થિર રહી છે. મારૂતિના વેચાણો 31 ટકા વધી 160442 યુનિટ્સ (122640 યુનિટ્સ) નોંધાયા છે. હ્યુન્ડાઇના વેચાણો 4 ટકા વધી 59913 (57705) યુનિટ્સ નોંધાયા છે. નિકાસો 43.5 ટકા ઘટી છે. મહિન્દ્રાના વેચાણો 17 ટકા ઘટ્યા છે. નિકાસો 41 ટકા ઘટી છે.

adv

Related News

post
post
post
post
post
post
post