• Home
  • News
  • ડોભાલે કહ્યું- LAC વિવાદથી ભારત-ચીનના સંબંધોને અસર થઈ:ચીને કહ્યું - અમે દુશ્મન નથી; બંને દેશો વચ્ચેના સંબંધોની અસર દુનિયા પર થશે
post

જયશંકરે કહ્યું- ભારત-ચીન સરહદ વિવાદ સૌથી મુશ્કેલ પડકાર છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-07-25 20:27:42

ભારતના નેશનલ સિક્યોરિટી એડવાઈઝર (NSA) અજીત ડોભાલે મંગળવારે ચીનના ટોપ ડિપ્લોનેટ વાંગ યી સાથે મુલાકાત કરી હતી. જોહાનિસબર્ગમાં ફ્રેન્ડ્સ ઓફ બ્રિક્સની બેઠકમાં ભાગ લેનાર ડોભાલે કહ્યું- વર્ષ 2020થી LAC પરની સ્થિતિએ ભારત અને ચીન વચ્ચેના વ્યૂહાત્મક વિશ્વાસને નષ્ટ કરી દીધો છે.

આ તરફ વાંગ યીએ દાવો કર્યો હતો કે ગયા વર્ષે બાલીમાં યોજાયેલી બેઠક દરમિયાન પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય સંબંધો ફરી શરૂ કરવા માટે સમજૂતી થઈ હતી. ચીનની ઇલેક્ટ્રિક વાહન કંપની BYD મોટર્સ દ્વારા ભારતમાં પ્લાન્ટ સ્થાપવાની દરખાસ્ત ફગાવી દેવામાં આવ્યા બાદ વાંગ યીએ તેના પર ફરીથી વિચાર કરવાની અપીલ કરી હતી.

BYD પ્લાન્ટ પર ચીને કહ્યું- ભારતે નિર્ણય પર ફરી વિચાર કરવો જોઈએ
વાંગ યીએ કહ્યું- ભારત અને ચીન એકબીજાના દુશ્મન નથી અને નવી દિલ્હીએ પોતાના નિર્ણય પર ફરી વિચાર કરવો જોઈએ. બંને દેશો એકબીજાને સમર્થન આપે કે વિરોધ કરે, તેની સીધી અસર ભારત-ચીનના વિકાસ અને વૈશ્વિક પરિદ્રશ્ય પર પડશે.

બંને નેતાઓ સારા સંબંધો બનાવવા માટે સંમત થયા હતા
ચીનની ન્યૂઝ એજન્સી શિન્હુઆના જણાવ્યા અનુસાર, બેઠક દરમિયાન બંને નેતાઓ તણાવને ખતમ કરવા પર સહમત થયા હતા. વાંગે ડોભાલને બંને દેશો વચ્ચેના સંબંધોને સ્થિર કરવા કહ્યું. તેના જવાબમાં ડોભાલે બંને દેશોના પરસ્પર હિતોનો પણ ઉલ્લેખ કર્યો હતો.

બંને નેતાઓ એ વાત પર પણ સહમત થયા કે સારા ભારત-ચીન દ્વિપક્ષીય સંબંધો માત્ર બંને દેશોના વિકાસ માટે જ નહીં પરંતુ સમગ્ર ક્ષેત્રના સારા ભવિષ્ય માટે પણ મહત્વપૂર્ણ છે.

AI અને સાયબર સુરક્ષા પર પણ ચર્ચા કરવામાં આવી હતી
આ સિવાય ડોભાલે વિશ્વમાં સાયબર સુરક્ષા અને AI સંબંધિત પડકારો વિશે પણ વાત કરી. તેમણે કહ્યું- એઆઈ, બિગ ડેટા અને ઈન્ટરનેટ ઓફ થિંગ્સ જેવી ટેક્નોલોજીના આગમનથી સાયબર ખતરાઓની ગંભીરતા ઝડપથી વધશે. તેમણે સાયબર સ્પેસના પડકારોનો સામનો કરવા માટે સંયુક્ત પ્રયાસો પર ભાર મૂક્યો હતો. ડોભાલે કહ્યું કે આ પડકારોનો સામનો કરવા માટે ભારત હંમેશા ગ્લોબલ સાઉથની સાથે રહેશે.

જયશંકરે કહ્યું- ભારત-ચીન સરહદ વિવાદ સૌથી મુશ્કેલ પડકાર છે
આના થોડા દિવસો પહેલા વિદેશ મંત્રી એસ જયશંકર પણ બ્રિક્સની બેઠકમાં સામેલ થયા હતા. આ દરમિયાન તેમણે વાંગ યી સાથે સરહદ વિવાદ અને શાંતિ પ્રયાસો અંગે પણ ચર્ચા કરી હતી. ત્યારે જયશંકરે ભારત-ચીન સરહદ પર છેલ્લા 3 વર્ષથી ચાલી રહેલા તણાવને તેમની કારકિર્દીનો સૌથી મુશ્કેલ રાજદ્વારી પડકાર ગણાવ્યો હતો.

ગલવાન અથડામણ બાદ તણાવ વધ્યો હતો
લગભગ 3 વર્ષ પહેલા 2020માં પૂર્વ લદ્દાખની ગલવાન ખીણમાં ભારત અને ચીન વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. જેમાં ભારતના 20 સૈનિકો શહીદ થયા હતા, જ્યારે ચીનના 38 સૈનિકો માર્યા ગયા હતા, જોકે ચીને તેને જાહેર કર્યું નહોતું. સૈનિકો નદીમાં તણાઈ જવાને કારણે મૃત્યુ પામ્યા હતા.

ગલવાન ઘાટી પર બંને દેશો વચ્ચે 40 વર્ષ બાદ આવી સ્થિતિ સર્જાઈ હતી. ગલવાનમાં અથડામણ પાછળનું કારણ એ હતું કે ભારતીય સૈનિકોએ ગલવાન નદીના એક છેડે હંગામી પુલ બનાવવાનો નિર્ણય લીધો હતો. ચીને આ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનું શરૂ કર્યું હતું. ઉપરાંત, આ વિસ્તારમાં તેના સૈનિકોની સંખ્યા વધારી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post