• Home
  • News
  • ટ્રમ્પની ટાસ્ક ફોર્સના ડો. ફોસીએ કહ્યું- દેશને ઉતાવળથી ખોલશો તો વાઈરસ ઝડપથી ફેલાશે, સત્તાવાર આંકડાંથી વધારે જીવ ગયા
post

ડોક્ટર એન્થની ફોસીએ સેનેટની એક કમિટી સામે પોતાની વાત રાખી, તેઓ દેશ ખોલવાના ટ્રમ્પના નિર્ણયના વિરોધમાં છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-14 10:46:55

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની કોરોના ટાસ્ક ફોર્સના સભ્ય અને સંક્રમણ રોગોના ટોપ ડોક્ટર એન્થની ફોસીએ કહ્યું કે જો અમેરિકાને ઉતાવળે ખોલવામાં આવશે તો કોરોના વાઈરસ ઝડપથી ફેલાશે. તેમણે દેશને ખોલવા માટે સરકારની ગાઈડલાઈનને ફોલો ન કરવાનું કહ્યું છે. આવું કરવાથી ગંભીર પરિણામ ભોગવવા પડશે. ફોસીએ આ વાત સેનેટ (સંસદના ઉચ્ચ સદન)ની કમિટી સામે કહી છે. 

ફોસીએ એમ પણ કહ્યું કે કોરોનાના કારણે અમેરિકામાં મૃત્યુઆંક 80 હજાર દર્શાવવામાં આવી રહ્યો છે, પરંતુ અત્યાર સુધીમાં દેશમાં વધારે મોત થયા છે. વ્હાઈટ હાઉસે 'ઓપનિંગ અપ અમેરિકા અગેન' (ફરીથી અમેરિકાને ખોલો) યોજના તૈયાર કરી છે. જેમા 14 દિવસના ફેઝ બતાવાયા છે.  આ મુજબ રાજ્યોને સ્કૂલ અને બિઝનેસ ખોલવાનું કહેવામાં આવ્યું છે. ઘણા અમેરિકાના રાજ્ય કોરોનાનું સંક્રમણ વધવા છતા અર્થવ્યવસ્થા ખોલી ચૂક્યા છે.અમેરિકાની સ્થિતિ સિએટલ સ્થિત ઈંસ્ટીટ્યૂટ ફોર હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઈવેલ્યુએશને કહ્યું કે અમેરિકામાં ઓગસ્ટની શરૂઆતમાં 1.47 લાખ લોકોના મોત થઈ શકે છે.  worldometers.info અમેરિકામાં અત્યાર સુધીમાં 14 લાખ 8 હજારથી વધારે કેસ નોંધાયા છે. જેમાં 83 હજાર 425 લોકોએ જીવ ગુમાવ્યા છે. અમેરિકામાં 99.36 લાખ લોકોના ટેસ્ટ કરાયા છે. 2.97 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. 

કોરોના ફરી આવી શકે છે
કોરોના ફરી આવી શકે છે? આ સવાલ ઉપર ડો. ફોસીએ કહ્યું કે આ શક્ય છે. કોરોનાના બીજા તબક્કાનું જોખમ છે. જો આવું થશે તો અસરકારક રીતે લડવું પડશે. વેક્સીન તૈયાર કરવામાં આવી રહી છે, પરંતુ એ વાતની ગેરન્ટી નથી કે તે અસરકારક સાબીત થશે. આપણે આશા રાખવી પડશે.

ડો. ફોસી અને સેનેટ કમિટી વચ્ચે ત્રણ કલાક લાંબી ચર્ચા ચાલી હતી. જેમાં સ્વાસ્થ્ય, શિક્ષા, શ્રમ અને પેન્શન સાથે જોડાયેલા સેનેટર હાજર હતા. ડો. ફોસી સહિત વ્હાઈટ હાઉસ કોરોના ટાસ્ક ફોર્સના ત્રણ સભ્યો સેલ્ફ આઈસોલેશનમાં જઈ ચૂક્યા છે. ડો. ફોસીનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post