• Home
  • News
  • ડ્રાઇવિંગ ટિપ્સ:વરસાદ કે વાવાઝોડામાં કાર ફસાઈ જાય તો ગાડીની સ્પીડ ધીમી કરી દો અને તમામ લાઇટ્સ ચાલુ કરી દો, ગાડી ફર્સ્ટ ગિયરમાં ચલાવવી હિતાવહ
post

કારની અંદર પાણી જવાથી એન્જિન સાથે અન્ય ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક્સ પાર્ટ્સ પણ કામ કરવાનું બંધ કરી શકે છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-05-19 11:56:54

તાઉ-તે વાવાઝોડાને કારણે અનેક રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. તેની અસર સૌથી વધુ કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર, ગોવા અને ગુજરાતમાં જોવા મળી છે. વરસાદમાં કાર ચલાવવી મુશ્કેલ બને છે. કારના કાચ ઉપર પાણી હોવાને કારણે વિઝિબિલિટી ઘટી જાય છે. તેમજ, રસ્તા પર પાણી ભરાઈ જવાને કારણે ખાડા, સ્પીડ બ્રેકર્સ વગેરે પણ દેખાતા નથી.

જો તમે પ્રથમ વખત તમે કોઈ નવા રસ્તા પરથી પસાર થઈ રહ્યા હો તો આવા સ્પીડ બ્રેકર્સ અને ખાડા વિશે આઇડિયા નથી હોતો. તેથી, આ સ્થિતિમાં કાર અને પોતાની જાતને કેવી રીતે સુરક્ષિત રાખવી તે માટે 4 બાબતો હંમેશાં ધ્યાનમાં રાખવી જોઈએ.

1. અચાનક વરસાદ પડે તો ગભરાવ નહીં
ઘણીવાર એવી પરિસ્થિતિ ઊભી થઈ જાય છે કે તમારી કાર વરસાદમાં અટવાઇ જાય છે અથવા અચાનક વરસાદ શરૂ થઈ જાય તો ડ્રાઇવરે આત્મવિશ્વાસ ગુમાવવો જોઈએ નહીં. ગાડી ચલાવતી વખતે તેની સ્પીડ ધીમી રાખવી જોઈએ. જો તમે કોઈ એવા રસ્તા પર છો કે જેની પર તમે પહેલીવાર ગાડી ચલાવી રહ્યા છો તો બસ, ટ્રક અથવા મોટી કારની પાછળ ચલાવો. તેમજ, વરસાદમાં ગાડીની તમામ પ્રકારની કાર લાઇટ ચાલુ કરી દો.

2. કારના ગ્રાઉન્ડ ક્લિયરન્સનું ધ્યાન રાખો
રસ્તા પર પાણીનું સ્તર કારના ગ્રાઉન્ડ ક્લિયરન્સ જેટલું હોય તો ત્યાંથી ધીમે-ધીમે ગાડી બહાર કાઢવી જોઇએ. આ ઉપરાંત, આ સમયે કારને ફર્સ્ટ ગિયરમાં ચલાવો. આવી સ્થિતિમાં કોઈએ કારની એવરેજ વિશે ન વિચારો. જો તમારી પાસે ડીઝલ કાર હોય તો વધુ કાળજી લેવાની જરૂર છે કારણ કે, જો પાણી એર ક્લિનરની અંદર જતું રહ્યું તો ગાડી બંધ થઈ જશે. આવી સ્થિતિમાં ગાડીને ઘણું નુકસાન થઈ શકે છે.

3. બહુ વરસાદ પડતો હોય તો ડ્રાઇવિંગ કરવાનું ટાળો
બહુ વરસાદ પડી રહ્યો હોય અને ફસાઈ જાઓ એવું લાગી રહ્યું હોય અથવા કાર બંધ થઈ ગઈ હોય તો તેને ધક્કો મારીને ત્યાં આસપાસ જગ્યા જોઇને તેને પાર્ક કરી દેવી જોઇએ. પાણીનું લેવલ વધવા લાગે તો ગાડીમાંથી બહાર નીકળીને સેફ જગ્યા પર ઊભા રહી જવું જોઇએ અને હેલ્પ મળે ત્યાં સુધી ત્યાં રોકાવું જોઈએ. જો તમે ગાડીમાં બેસી રહ્યા હશો અને મોટી ગાડી નજીકથી પસાર થશે તો પાણી ઉડવાથી કાર સાથે તમને પણ નુકસાન થઈ શકે છે.

4. હંમેશા ગાડીમાં એક હથોડી રાખો
કારની અંદર પાણી જવાથી એન્જિન સાથે અન્ય ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક્સ પાર્ટ્સ પણ કામ કરવાનું બંધ કરી શકે છે. આવી સ્થિતિમાં, કારની પાવરવિંડો, સેન્ટ્રલ લોકિંગ કામ ન કરે એવું પણ બની શકે છે. ઘણીવાર આવી સ્થિતિમાં ગાડીના દરવાજા અને બારીઓ પણ ખૂલતી નથી. તેથી બચવા માટે કારની અંદર હંમેશાં હથોડી રાખો. આ મુશ્કેલીના સમયમાં કામ આવશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post