• Home
  • News
  • નવી ટેકનોલોજીના કારણે મોટા બાંધકામ પ્રોજેકટો ઓછા ખર્ચમાં સમયસર પૂરા થશે
post

તેના કારણે આ પ્રોજેકટમાં સમય અને પૈસાની બચત થઈ છે.આ પ્રોજેકટ માટે ૩૫૦૦ એમએમ વ્યાસનુ ફાઉન્ડેશન ઉભુ કરવામાં આવ્યુ છે.જે ૧૬૦૦૦ ટન સુધીની વજન ખમી શકે છે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-10-17 17:27:13

વડોદરાઃ ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટમાં નવી ટેકનોલોજીના શરુ થયેલા ઉપયોગના કારણે આગામી વર્ષોમાં ધરખમ ફેરફારો જોવા મળશે.આ અંગે ચર્ચા કરવા માટે વડોદરામાં જિઓ ટેકનોલોજી ક્ષેત્રના નિષ્ણાતોના સંગઠન ડીપ ફાઉન્ડેશન તેમજ ઈન્ડિયન જિઓટેકનિકલ સોસાયટીના વડોદરા ચેપ્ટર દ્વારા ૩ દિવસની એક કોન્ફરન્સનો આજથી પ્રારંભ થયો છે.જેમાં ભારત અને અન્ય દેશોના ૩૦૦ જેટલા ડેલિગેટ્સ ભાગ લઈ રહ્યા છે.

ઈન્ડિયન જિઓટેકનિકલ સોસાયટીના વડોદરા ચેપ્ટરના કો ચેરમેન રવિ કિરણ વૈદ્યે કહ્યુ હતુ કે, નવી ટેકનોલોજીના કારણે મોટા કદના ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટ પણ વહેલી તકે પૂરા કરવાનુ અને તે પણ ઓછા ખર્ચે પૂરા કરવાનુ શક્ય બન્યુ છે.જેમ કે મહારાષ્ટ્રમાં મુંબઈ કોસ્ટલ રોડ  પ્રોજેકટમાં નવા પ્રકારની મોનોપાઈલિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે.આ ટેકનોલોજીમાં બ્રિજના બાંધકામ માટેનુ ફાઉન્ડેશન જ પિલરનુ પણ કામ કરે છે. તેના કારણે આ પ્રોજેકટમાં સમય અને પૈસાની બચત થઈ છે.આ પ્રોજેકટ માટે ૩૫૦૦ એમએમ વ્યાસનુ ફાઉન્ડેશન ઉભુ કરવામાં આવ્યુ છે.જે ૧૬૦૦૦ ટન સુધીની વજન ખમી શકે છે.

તેમણે કહ્યુ હતુ કે, આ કોન્ફરન્સમાં ઉપરોક્ત ટેકનોલોજી સહિતની બીજી બાબતો પર ચર્ચા કરવામાં આવી છે.જેમ કે ભવિષ્યમાં હવે બહુમાળી ઈમારતોમાં ચાર માળ જમીનની નીચે હોય તેવા બાંધકામ પણ ભારતમાં જોવા મળશે.જે બેઝમેન્ટ, કાર પાર્કિંગ કે બીજી યુટિલિટી સર્વિસિઝ માટે ઉપયોગમાં લઈને ઉપરના માળની જગ્યા બચાવવા માટે કામ લાગી શકે છે.જમીનની અંદર બે માળના બેઝમેન્ટ કે કાર પાર્કિંગ તો આપણને જોવા મળે જ છે પણ નવી ટેકનોલોજીના કારણે ચાર થી પાંચ માળ પણ જમીનની અંદર ડેવલપ કરવાનુ શક્ય બન્યુ છે.


adv

Related News

post
post
post
post
post
post
post